તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

RTE:જિલ્લામાં ધો.1 માટે 1646 સામે 3477 અરજીઓ આવી

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આગામી દિવસોમાં અરજીઓની ચકાસણી બાદ કેટલી મંજૂર થાય છે તે ચિત્ર સ્પષ્ટ થશે

જિલ્લાની ખાનગી 261 શાળાઓમાં આરટીઇ નિયમ મુજબ ધોરણ-1માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઇન અરજીઓ મંગાવી હતી. તેમાં કુલ 3477 અરજીઓ આવી હતી. તેમાંથી 389 અરજીઓને વાલીઓ દ્વારા રદ કરાઈ છે. ઓનલાઇન અરજીઓની ચકાસણી બાદ અરજીનું ચિત્ર્પ સ્પષ્ટ થશે.

ચાલુ વર્ષે જિલ્લાની કુલ 261 ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ-1માં આરટીઇ મુજબ પ્રવેશ માટે ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવી હતી. તેમાં વાલીઓ પાસેથી નિયત કરેલી 5મી, જુલાઇ સુધીમાં કુલ-3477 ઓનલાઇન અરજીઓ આવી હતી. તેમાંય ઓનલાઇન અરજી કરતા કોઇ ભૂલ થવાથી 389 વાલીઓએ અરજીઓને રદ કરી હતી. ઓનલાઇન આવેલી અરજીઓની ચકાસણી 10મી, જુલાઇ સુધી કરાશે.

ઓનલાઇન અરજીઓની ચકાસણી બાદ નિયત કરેલા નિયમો મુજબના જરૂરી ડોક્યુમેન્ટનું બિડાણ અને ફોર્મમાં જરૂરી માહિતી ભરવામાં આવી છે કે નહી તેની ચકાસણી કરાશે. ત્યારબાદ કેટલી અરજીઓ રિજેક્ટ થાય છે તે ચિત્ર સ્પષ્ટ થશે. માન્ય થયેલી અરજીઓના આધારે એડમિશન પ્રક્રિયા હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...