તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ક-7થી રાંધેજા ચોકડી સુધી 4 કિ.મી.માર્ગ ઉપર સ્ટ્રીટલાઇટ જ નથી

ગાંધીનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રહેણાક વિસ્તારમાં સ્ટ્રીટલાઇટની સુવિધા આપવા રજૂઆત

પાટનગરના ક-7થી રાંધેજા ચોકડી સુધીના માર્ગની બન્ને સાઇડ સોસાયટીઓ તેમજ ફ્લેટ બનતા રહેણાંક પણ વધી રહ્યા છે. ત્યારે આ 4 કિમીના માર્ગ ઉપર સ્ટ્રીટલાઇટ નહી હોવાથી સ્થાનિક રહિશો રાત્રે હાલાકી વેઠી રહ્યા છે. ત્યારે આ માર્ગ ઉપર સ્ટ્રીટલાઇટ નાંખવાની માંગણી સાથે સ્થાનિકોએ ગાંધીનગરના મેયરને લેખિત રજૂઆત કરી છે.

અમદાવાદ અને ગાંધીનગરને લીંકસીટી પ્રોજેક્ટ તરીકે ડેવલોપ કરવા માટે અમદાવાદ અને ગાંધીનગર મહાનગરપાલિકાની હદમાં વધારો કર્યો છે. જેમાં ગાંધીનગર મહાનગરપાલિકામાં તાલુકાના 18 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગાંધીનગર તાલુકાના રાંધેજા ગામ સુધીના વિસ્તારને ગાંધીનગર મહાનગર પાલિકામાં સમાવેશ કરાયો છે. ત્યારે નગરના ક-7 સર્કલથી રાંધેજા ચોકડી સુધીના માર્ગને હાલમાં ફોરલેન છે. ઉપરાંત આ માર્ગની બન્ને સાઇડ સોસાયટીઓ, ફ્લેટ તેમજ વાણિજ્ય એકમો આવેલા છે. ત્યારે ક-7થી રાંધેજા ચોકડી સુધીના માર્ગ ઉપર સ્ટ્રીટલાઇટો નાંખવાની માંગણી સ્થાનિક લોકોએ કરી છે. ઉલ્લેખનીય છે કે આ માર્ગ ઉપર સોસાયટીઓ, ફ્લેટ તેમજ વાણિજ્ય એકમોને લીધે રાઉન્ડ ધ ક્લોક ટ્રાફિકની સતત અવર જવર રહેતી હોય છે.

ઉપરાંત સ્ટ્રીટલાઇટ નહી હોવાથી સ્થાનિક રહિશોને રાત્રે હાલાકી પડે છે. સ્ટ્રીટલાઇટના અભાવે રાત્રી દરમિયાન કેટલાંક સ્થાનિક લોકો નાના-મોટા અકસ્માતનો ભોગ પણ બની રહ્યા છે. જોકે આ વિસ્તારને શહેરી વિકાસ મંત્રાલય દ્વારા વિકાસ માટે સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ માર્ગ ઉપર સ્ટ્રીટલાઇટ નાંખવામાં આવી નથી. ત્યારે હવે જ્યારે આ વિસ્તારનો ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાં સમાવેશ કરાયો છે. તો ક-7થી રાંધેજા ચોકડી સુધીના માર્ગ ઉપર સ્ટ્રીટલાઇટ નાંખવામાં આવે તેવી માંગણી સાથે સ્થાનિક અગ્રણી દિપકભાઇ ચૌધરી સહિતના અગ્રણીઓએ ગાંધીનગર મહાનગર પાલિકાના મેયર રીટાબેન પટેલને આવેદનપત્ર આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો