તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીનગર તાલુકાના રાયસણ પાસે આવેલી સોસાયટીમાં બંધ ઘરમાંથી 3.70 લાખની ચોરી થઈ છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે મુળ રૂપાલ ગામના કુંજલકુમાર સૂર્યકાંત ત્રિવેદી 2018થી યુએસ ખાતે રહે છે. તેમના પત્ની અને પુત્ર પીડીપીયુ રોડ પર આવેલા સિલિકોન હિલ્સમાં બી-703 ખાતે રહે છે. 6 ફેબ્રુઆરીના રોજ તેમના પત્ની રાધાબેન કુંજલકુમાર ત્રિવેદી પોતાના 14 વર્ષના પુત્રને લઈને પિયર કડી ખાતે ગયા હતા. ચાર દિવસ પછી 9 ફેબ્રુઆરીના રોજ સાંજે તેઓ ગાંધીનગર સ્થિત ઘરે પરત ફર્યા હતા.
આ સમયે ઘરને મારેલ લોક હતું નહીં અને ઈન્ટર લોક પણ તૂટેલું હતું. ગભરાઈ ગયેલા મહિલાએ તાત્કાલિક સોસાયટીના સુપરવાઈઝર બોલાવ્યા હતા અને પછીથી ઘરમાં ગયા હતા. તેઓ ઘરમાં પ્રવેશ્યા ત્યારે સામાન પણ વેરવિખેર હાલાતમાં પડ્યો હતો. તેઓએ સામાન ચેક કરતાં ઘરના બેડરૂમમાં લાકડાના કબાટમાં લોકરમાં મુકેલા દાગીના સહિત 3.70 લાખની મત્તા ગુમ હતી.
જેમાં 80 હજારનો સોનાનો સેટ, 80 હજારની સોનાની બે જોડ બુટ્ટી, 80 હજારની સોનાની લકી, 20 હજારનું સોનાનું પેડલ, 60 હજારની સોનાની ચાર વીંટી, 40 હજારનું સોનાનું મંગળસુત્ર તથા 8500ની કિંમતના ચાંદીના દાગીના અને 2 હજાર રોકડાનો સમાવેશ થાય છે.
ઘટના અંગે જાણ કરાતાં ઈન્ફોસિટી પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો. પોલીસે ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદથી સ્થળ તપાસ કરી હતી. ઈન્ફોસિટી પોલીસે રાધાબેન કુંજલકુમાર ત્રિવેદીની ફરિયાદના આધારે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ચોરીનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસે સોસાયટી અને આસપાસના વિસ્તારના સીસીટીવીના આધારે આરોપીને ઝડપી લેવા માટે કવાયત શરૂ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ગાંધીનગર શહેર તેમજ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ચોરીના બનાવોમાં વધારો થતાં લોકોમાં હાલ ફફડાટની લાગણી જોવા મળી રહી છે.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.