તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:કોલવડા કેશર રેસિડેન્સીમાં સોનીના બંધ મકાનમાંથી 2.73 લાખની ચોરી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રક્ષાબંધનનો તહેવાર ઉજવવા પરિવાર સાસરી માણસા ગયો હતો અને તસ્કરોએ હાથ સાફ કર્યો

ગાંધીનગર કોલવડા રોડ ઉપર આવેલી કેશર રેસીડેન્સીમાં રહેતા સોનીના ઘરમાં ખાતર પડ્યુ હતુ. પોતાના પરિવાર સાથે રક્ષાબંધનનો તહેવાર મનાવવા સાસરીમાં ગયા હતા. દરમિયાન અજાણ્યા તસ્કરો 2.73 લાખની માલમત્તાની ચોરી ગયા હતા. આ બાબતની ફરિયાદ પેથાપુર પોલીસ મથકે કરવામાં આવતાં પીએસઆઇ સહિતનો સ્ટાફ દોડી ગયો હતો અને તસ્કરોને પકડવા કાર્યવાહી હાથ ધરી હતી. રાજેશ કનૈયાલાલ સોની (રહે, કેશર રેસીડેન્સી, કોલવડા. મૂળ રહે, વિજાપુર બેચરદાસનુ ફળિયું) સેક્ટર 24માં શિવશક્તિ જ્વેલર્સના નામે સોના ચાંદીના દાગીનાનો વેપાર કરે છે.

રક્ષાબંધનના તહેવારને કારણે ગત શનિવારે તેમના પરિવારજનો સાથે તેમની સાસરી માણસામા ગયા હતા. જ્યારે બીજા દિવસે સોમવારે કોલવડા સ્થિત ઘરે પરત આવ્યા હતા. ઘરમાં પ્રવેશ કરી રહ્યા હતા, તે સમયે જ મકાનના દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં જોવા મળતા કઇક અજુગતું બન્યું હોવાનો અંદેશો આવી ગયો હતો. બેડરૂમમાં જોતાં તિજોરી તૂટેલી હાતલમાં હતી. સામાન અસ્ત વ્યસ્ત પડેલો હતો. જ્યારે તિજોરીમાં મૂકેલા સોના ચાંદીના દાગીના ગાયબ હતા. તિજોરીમાં મૂકવામાં આવેલી રોકડ રકમની ચોરી થઇ હતી.

તસ્કરો બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીના સહિત 2.73 લાખની માલમત્તાની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. બનાવની ફરિયાદ પેથાપુર પોલીસ મથકે કરવામાં આવતાં પીએસઆઇ રવિરાજસિંહ પરમાર તેમની ટીમ સાથે પહોંચી ગયા હતાં અને ડોગ સ્કોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાતને બોલાવીને વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...