ધોળેશ્વરમા આવેલા ભોળાનાથના શિવરાત્રિના દિવસે ખાનગી કંપનીમા મેનેજર પરિવાર સહિત દર્શનાર્થે આવ્યા હતા. તે સમયે કારને એક સોસાયટીના દરવાજા પાસે પાર્ક કરી દર્શન કરવા ગયા હતા. જ્યારે પરત આવ્યા ત્યારે કારમા મુકવામા આવેલો લેપટોપ સહિત 42 હજારની માલમત્તાનો સામાન ગાયબ જોવા મળ્યો હતો. જેને લઇને ઇન્ફોસિટી પોલીસ મથકમા અજાણ્યા ચોર સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ પ્રશાંત નટવરલાલ પંચાલ (રહે, સરગાસણ) એનર્જી એફિસીયન્સી સર્વિસ નામની કંપનીમાં ડેપ્યુટી મેનેજર ફાયનાન્સ તરીકે ફરજ બજાવે છે. ગત 1લી માર્ચ શિવરાત્રિના દિવસે પોતાની કાર નંબર જીજે 01 એચઆર 2054 લઇને ધોળેશ્વરમા આવેલા મહાદેવજીના દર્શનાર્થે પરિવાર સાથે આવ્યા હતા. તે સમયે કારને એક સોસાયટીના દરવાજા પાસે પાર્ક કરવામા આવ્યા બાદ લોક મારીને પરિવાર દર્શન કરવા ગયો હતો. જ્યારે પરિવાર પરત આવ્યો ત્યારબાદ કારમા બેસીને ઘરે જવા નિકળ્યો હતો.
પરંતુ કારમાં બેસતાની સાથે અગાઉથી મુકવામા આવેલો લેપટોપ, પેનડ્રાઇવ, તેમની પત્નિનુ પર્સ સહિત 42 હજારની કિંમતનો મુદ્દામાલ જોવા મળ્યો ન હતો. જેને લઇને ઇન્ફોસિટી પોલીસ મથકમા અજાણ્યા ચોર સામે ચોરીની ફરિયાદ કરવામા આવતા તપાસ હાથ ધરી હતી. મેનેજર પરિવાર સહિત દર્શનાર્થે આવ્યા હતા. તે સમયે કારને એક સોસાયટીના દરવાજા પાસે પાર્ક કરી દર્શન કરવા ગયા હતા. જ્યારે પરત આવ્યા ત્યારે કારમા મુકવામા આવેલો લેપટોપ સહિત 42 હજારની માલમત્તાનો સામાન ગાયબ થઈ જતા ચોરી થયાનુ જણાયુ હતુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.