તસ્કરી:આંગણવાડીમાંથી તેલના ડબા, ગૅસ બોટલની ચોરી

ગાંધીનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દિવાળીમાં મગોડીની વાડી બંધ હોવાથી તસ્કરો રૂ. 12 હજારનો સામાન લઇ ગયા

મગોડીની આંગણવાડીમાંથી તેલના 3 ડબા તથા ગૅસના 2 બાટલાની ચોરી થઈ થતાં ચિલોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે. મગોડી આંગણવાડીના કાર્યકર નિશાબેન સંજયકુમાર પરમારે ફરિયાદ નોંધાવી હતી કે, કોરોનાના કારણે આગણવાડીમાં એક વર્ષથી બાળકો આવતા નથી, પરંતુ સ્ટાફ દર ગુરૂવારે સુખડી બનાવીને ઘરે ઘરે આપવા માટે આવતો હતો. ત્યારે 2 નવેમ્બરથી વેકેશન હોવાથી એક દિવસ પહેલા કામકાજ પુરુ કરીને બપોરે આંગણવાડીને લોક મારવામા આવ્યુ હતુ. 4 નવેમ્બરે સવારે 7.30 વાગ્યે જાણવા મળ્યું હતંુ કે, આગણવાડીનાં તાળાં તૂટ્યાં છે.

આ અંગે જાણ અન્ય કર્મચારી સુધાબેનને કરી હતી, ત્યારે બંને કર્મચારી ભેગા થઇને આગણવાડી ઉપર જોવા જતા લોકોની ભીડ જોવા મળી હતી. તે સમયે આંગણવાડીના દરવાજે લગાવેલુ તાળુ તુટેલી હાલતમા હતુ. જ્યારે અંદર જઇને જોતા સામાન અસ્ત વ્યસ્ત પડ્યો હતો. સામાનમા 3 તેલના ડબ્બા અને બે ગેસના સિલીંડરની ચોરી થઇ હતી. આ બાબતની જાણ હેડ ઓફિસ સંકલિત બાળ વિકાસની સૂચના બાદ ચિલોડા પોલીસ મથકમાં 12,100ની કિંમતની ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...