તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરી:પેથાપુરમાં ફેબ્રીકેશનની દુકાન આગળથી લોખંડના કઠેરાની ચોરી

ગાંધીનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂ.7 હજારની કિંમતના કઠેરા ચોરાયાં
  • ગ્રાહકના ઓર્ડર મુજબ 3 કઠેરા તૈયાર કરી દુકાનની બહારના ભાગે મુક્યા હતા

ગાંધીનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારમા તસ્કરોની ખેપ વધી રહી છે. એક પછી એક વિસ્તારને ટાર્ગેટ કરી રહ્યા છે. ત્યારે પેથાપુરમા આવેલી ફેબ્રીકેશનની દુકાન આગળ બહાર મુકવામા આવેલા લોખંડના રૂપિયા 7 હજારની કિંમતના કઠેરાની ચોરી થયાની ફરિયાદ પેથાપુર પોલીસ મથકમા દાખલ કરવામા આવી છે.

મળતી માહિતી મુજબ ગાંધીનગર પાસેના ઉનાવા ગામમા રહેતા આશિષ પોપટભાઇ પટેલ પેથાપુર ચોકડી પાસે મારૂતિ નંદન ફેબ્રીકેશનનો ધંધો કરી રહ્યા છે. ત્યારે આશિષભાઇ નિત્યક્રમ મુજબ રાતના સમયે દુકાન વધાવી ઘરે ગયા હતા. જ્યારે બીજા દિવસે નિયત સમયે દુકાન ખોલ્યા આવ્યા બાદ સામાનની તપાસ કરી હતી.

ઓર્ડર મુજબ બનાવેલા લોખંડના 3 કઠેરા આશરે 7 હજારની કિંમતના ચોરી થઇ હોવાનુ માલુમ પડ્યુ હતુ. ત્યારબાદ તેમણે આજુબાજુમા પુછપરસ કરી હતી, પરંતુ જાણવા મળ્યુ ન હતુ. જેને લઇ પેથાપુર પોલીસ મથકમા ચોરીની ફરિયાદ દાખલ કરાવી હતી. ઉલ્લેખનિય છેકે, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ચોરીના બનાવો ધીરેધીરે વધવા લાગ્યા છે, ત્યારે સ્થાનિકો પણ ફફડી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...