કાર્યવાહી:કુડાસણ પાસે ખાનગી કંપનીના મેનેજરના ટૂ વ્હીલરની ચોરી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઇન્ફોસિટી પોલીસ મથકમાં ટૂ વ્હીલર ચોરી થયા અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી

કુડાસણના એક શો રૂમમા સર્વિસમાં આપેલુ બાઇક લેવા સ્કુટી લઇને ગયેલા ખાનગી કંપનીના મેનેજરના ટૂ વ્હીલરની ચોરી થઇ છે. શો રૂમમા ગયા બાદ પરત આવતા થોડી જ મિનીટોમા વાહનની ચોરી થઇ હતી. જેને લઇને ઇન્ફોસિટી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવવામાં આવતા કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ પાર્થ રસિકભાઇ સથવારા (રહે, શિવાબ્લેસીંગ, સરગાસણ. મૂળ રહે, ચૂડા) સરગાસણમા આવેલી એક ખાનગી કંપનીમા માર્કેટીંગ મેનેજર તરીકે નોકરી કરે છે.

ત્યારે તેના ભાઇએ કુડાસણમા એક બાઇક સર્વિસ માટે આપ્યુ હતુ. જેને લેવા માટે તેમનુ પ્લેઝર લઇને ગયા હતા. પ્લેઝરને શો રૂમ બહાર મુકી બંને ભાઇ અંદર બાઇક લેવા ગયા હતા. જ્યારે શો રૂમમાથી બહાર આવ્યા બાદ પ્લેઝર લેવા જતા ટૂ વ્હીલર જોવા મળ્યુ ન હતુ. આસપાસમાં તપાસ કરવા છતા પતો નહિ લાગતા ઇન્ફોસિટી પોલીસ મથકમા ચોરીની ફરિયાદ કરવામાં આવતા 10 હજારના વાહન ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

ત્રિમંદિર પાસે પાર્ક કરેલા એક્સેસની ચોરી
જાહેર જગ્યાએ પાર્ક કરવામા આવેલા વાહનોની ચોરીના બનાવો વધારે બની રહ્યા છે. ત્યારે અડાલજ ત્રિ મંદિર પાસે મોમાઇની બાજુમા એક્સેસને પાર્ક કરીને મહિલા કડી નોકરી ગઇ હતી. જ્યારે મહિલા સાંજના સમયે પરત આવી તે દરમિયાન એક્સેસ કિંમત 16 હજાર જોવા મળ્યુ ન હતુ. આસપાસમા તપાસ કરવા છતા વાહન નહિ મળતા મહિલાના પતિ હિતેશભાઇ પરમાર (રહે, સેક્ટર 4બી, ગાંધીનગર)એ અડાલજ પોલીસ મથકમા ચોરીની ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...