તપાસ:ઘર પાસે પાર્ક કરેલા બાઇકની ચોરી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

શિહોલી મોટી ગામમાં ઘર આગળ મુકવામા આવેલા બાઇકની ચોરી થઇ છે. જેને લઇને બાઇકના માલિકે ચિલોડા પોલીસ મથકમા ચોરીની ફરિયાદ કરતા કાર્યવાહી હાથ ધરી હતી. રામકુમાર દેવીપ્રસાદ ગુપ્તા (રહે, શિહોલી મોટી, ગાંધીનગર) નવા સચિવાલયમા ખાનગી એજન્સીમા સુપરવાઇઝર તરીકે કામગીરી કરે છે.

ત્યારે ગત 18મીના રોજ નોકરીથી આવ્યા બાદ બાઇક નંબર જીજે 18 સીએમ 5422ને ઘર આગળ પાર્ક કરવામા આવ્યુ હતુ. જ્યારે બીજા દિવસે નિત્યક્રમ મુજબ નોકરીએ જવા માટે બાઇક લેવા જતા પાર્ક કરેલી જગ્યા ઉપર બાઇક જોવા મળ્યુ ન હતુ. જેને લઇને તેમણે આસપાસમાં તપાસ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...