ચોરી:રૂપાલની સીમમાં ખેડૂતના પાકના વેચાણના 97 હજાર રોકડાની ચોરી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેથાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ
  • ​​​​​​​અજાણી રીક્ષા આવ્યા બાદ ઓરડીમાં સામાન વેરવિખેર પડ્યો હતો: પીપડામાં મૂકેલી રકમ તસ્કર ચોરી ગયા

રૂપાલ ગામની સીમમા રહેતા ખેડૂતના ઘરમા ખાતર પડ્યુ છે. ઓરડીના દરવાજા આડા કરીને ખેડૂત ખેતરમા પાણીવાળી રહ્યો હતો. તે દરમિયાન એક અજાણી રીક્ષા આવી હતી. જેને જોતા ખેડૂતે ઓરડીમાં જઈ તપાસ કરી તો સામાન વેરવિખેર પડેલો જોવા મળ્યો હતો. જેમા પીપડામા રખાયેલા 97 હજારની ચોરી થઇ હતી જેને લઇને ખેડૂતે પેથાપુર પોલીસ મથકમા ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ વિનુજી રામાજી પઢાર (રહે, રૂપાલ) પરિવાર સાથે રહે છે અને ખેતી કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે.

ગત 10 એપ્રિલે રાત્રે વિનુજી તેમના બોર સામે આવેલા ખેતરમાં વાવવામા આવેલા પાકમા પાણી આપી રહ્યા હતા. તે દરમિયાન એકા એક તેમનુ ધ્યાન રીક્ષા ઉપર પડ્યુ હતુ. જ્યારે રીક્ષા તરફ બેટરીનો પ્રકાશ પાડ્યો હતો. જેને લઇને રીક્ષા વાસણ ગામ તરફ દોડાવી મુકી હતી. આ તરફ રીક્ષા ઓરડી પરથી નીકળી ગયા બાદ ખેડૂતને શંકા જતા તે ઓરડી ઉપર જઈ તપાસ કરતા તેના દરવાજાનો નકુચો ખુલેલો હતો.

જ્યારે સામાન વેરવિખેર જોવા મળ્યો હતો. તે ઉપરાંત રૂમમા મુકેલા ડબ્બા ખુલ્લા જોવા મળ્યા હતા. જ્યારે અનાજ ભરવાના પીપડામા પ્લાસ્ટીકની થેલીમા રાખવામા આવેલા 97 હજાર જોવા મળ્યા ન હતા. જેથી અજાણ્યા લોકો ખેડૂતના પરસેવાના રૂપિયા જે એરંડા અને રાયડાનો પાક વેચાણ કર્યા પછી આવ્યા હતા અને થોડા રૂપાલ બેંકમાથી ઉપાડાયેલા નાણાં સહિત 97 હજારની ચોરી થતા ખેડૂતે પેથાપુર પોલીસ મથકમા ચોરીની ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...