દસક્રોઈના કણભા પોલીસ સ્ટેશન હેઠળના કુહામા કુહા ગામના જ છ તસ્કરોએ કુહામા આવેલ એટીએસ ફાર્મ માથી રાત્રીના સમયે બે એસી,ફ્રીજ,ત્રણ પંખા ,વાસણો સહિત કુલ 1.20 લાખનો મુદામાલ રિક્ષામાં ભરી રખેવાળની નજર સામેજ ચોરી પલાયન થઈ જતા ફાર્મ હાઉસ માલિકે કણભા પોલીસમાં છ તસ્કરોના નામ સાથે ફરિયાદ દાખલ કરતા કણભા પોલીસે છ પૈકી એક તસ્કરને મુદામાલ સાથે પકડી પાડી બાકીના પાચને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે.
કણભા પોલીસમાં નોંધાયેલ ફરિયાદ મુજબ કુહા એટીએસ ફાર્મના કુહાનાજ છ તસ્કરોએ રાત્રીના સમયે બે એસી,ત્રણ પંખા, ફ્રીજ, ટીવી,વાસણો સહિત નો માલસામાન રિક્ષામાં ભરી ચોરી જતા હતા.દરમિયાન પાસેના ખેતરમાં રહેતા અને ત્રણ વર્ષથી એટીએસ ફાર્મનું રખોપુ કરતા ચંદ્રસિંહ ઝાલા રાત્રે સાત વાગે ફાર્મ ની રૂમો તપાસવા ગયા ત્યારે બધું સહી સલામત હતું.પરંતુ રાત્રે દોઢ વાગે તપાસ કરવા ગયા ત્યારે ફાર્મ હાઉસ પાસેના ગોચરમાં હિલચાલ થતી જોવા મળી.ચંદ્રસિંહ ટોર્ચના અજવાળે તપાસ કરતા કેટલાક લોકો રિક્ષામાં કાંઈક મૂકી રહ્યા હતા.
ચન્દ્રસિંહે રીક્ષા પાસે જઈ તપાસ કરતા કુહા ગામનાજ છ શખસો અમિત ચુનારા,ધવલ ચુનારા,સલીમ મુન્નાભાઈ,કબીર ઓડ,મનોજ સોઢા,લાલજી ઝાલા હતા.ચન્દ્રસિંહે અહીં કેમ ઉભા છો કહી બુમો પાડી તો ત્રણ જણ રિક્ષા લઈ બાકીના ત્રણ ખેતરમાં ભાગી ગયેલ.રિક્ષાનો નંબર વાચી શકાયો ન હતો. રખેવાળે ફાર્મ હાઉસ પર જઈ જોતા રૂમનો નકુચો તોડી કુહાના સ્થાનિક તસ્કરો બે એસી,ફ્રીજ,પંખા,ટીવી સહિતની 1.20 લાખનો મુદામાલ ચોરી ગયા હતા. ફાર્મ હાઉસ માલિકે છ તસ્કરોના નામ સાથે ફરિયાદ દાખલ કરતા કણભા પીઆઇ.આર.એસ.શેલાનાએ એક તસ્કર લાલાજી ઝાલાને ઝડપી પાડ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.