કાર્યવાહી:સાથી ડ્રાઇવરની હત્યા કરવા પિસ્ટલ સાથે યુવક ઝડપાયો

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બબાલ થયા બાદ 1 મેના રોજ ડ્રાઇવર યુપી જતો રહ્યો હતો: ચંદ્રાલા પાસેથી ઝડપાયો

ચંન્દ્રાલા પાસેથી વાહન ચેકીંગ દરમિયાન મુસાફર પાસેથી એક પિસ્તલ મળી આવી હતી. ત્યારે 3 મહિનામા ચિલોડા પોલીસે 3જી વાર હથિયાર સાથે ઇસમને પકડ્યો હતો. રાજકોટમા જેસીબી ચલવાતા ડ્રાઇવરને સાથી ડ્રાઇવર સાથે બબાલ થતા તેનુ કાસળ કાઢવા પિસ્ટલ ખરીદાઈ હતી. જોકે, ડ્રાઇવર સાથી ડ્રાઇવરનુ કાસળ કાઢે તે પહેલા પોલીસે આરોપીને ઝડપી લીઘો હતો. ચિલોડા પોલીસની ટીમ ચંન્દ્રાલા પાસે વાહન ચેકીંગ કરતી હતી. તે દરમિયાન એક ખાનગી બસ હિંમતનગર તરફથી આવી હતી.

જેને રોકી મુસાફરો અને તેમના સામાનની તપાસ કરવામા આવતા 34 વર્ષિય હસીન મોહમદ ઇસબ (રહે, વીરડા વાજડી, કાલાવાડ રોડ, રાજકોટ)ના સામાનમાંથી દેશી બનાવટની પિસ્ટલ મળી આવી હતી.આ બાબતે ચિલોડા પોલીસના પીઆઇ એમ.જી.જાડેજાએ જણાવ્યુ હતુ કે, પિસ્ટલ સાથે પકડાયેલો આરોપી વર્ષ 2007થી રાજકોટમા આવેલી ચામુંડા એન્ટરપ્રાઇઝમા જેસીબીના ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. જ્યારે ગત 30 એપ્રિલે સાઇટ ઉપર કામ કરતા અન્ય ડ્રાઇવર સાથે ઝગડો થયો હતો. જેને લઇને ડ્રાઇવર અને અન્ય લોકોએ માર માર્યો હતો. બબાલ બાદ ગત 1 મેના રોજ ડ્રાઇવર યુપી જતો રહ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...