મહિલા વ્યાજખોર સામે ફરિયાદ:બોરીજના યુવકે 3 લાખ સામે 36 હજાર વ્યાજ ચૂકવ્યું છતાં 3 લાખ બાકી કાઢ્યા

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

બોરીજના યુવકને કાર લેવાની હોવાથી તેના ઓળખીતા પાસેથી વ્યાજે 3 લાખ રૂપિયા લીધા હતા. વ્યાજે લીધેલા રૂપિયા સામે 36 હજાર વ્યાજ ચૂકવ્યા બાદ પણ મહિલા વ્યાજખોર દ્વારા વધુ 3 લાખ રૂપિયા માગવામા આવતા હતા. જ્યારે યુવક પાસેથી લેવામા આવેલા ચેક પણ પરત આપ્યા ન હતા. જ્યારે ગાળા ગાળી કરી મારી નાખવાની ધમકી અને જાતિ વિષયક ગાળો બોલતા મહિલા વ્યાજખોર સામે સેક્ટર 7 પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી.

મળતી માહિતી મુજબ હરેશ મોહનભાઇ પરમાર (રહે, સેક્ટર 2બી, મૂળ રહે, બોરીજ)એ ફરિયાદ નોંધાવી હતી કે, માર્ચ 2022મા મારે ગાડી ખરીદવાની હોવાથી મારા ઓળખીતા અને વર્ષ 2005મા મારી સાથે રીલેશન ઓફિસર તરીકે નોકરી કરતા હિનાબેન નટવરલાલ સોની (રહે, સેક્ટર 4ડી, પ્લોટ નંબર 930/2) પાસેથી 3 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા. જ્યારે સિક્યુરીટી પેટે મારા બેંક ખાતાના બે કોરા ચેક આપ્યા હતા. ત્યારબાદ મારી ગાડી વેચી દેતા હિનાબેન પાસેથી લીધેલા નાણાં 1,16,080 લાખ રૂપિયા ગુગલ પે અને 2.18 લાખ રૂપિયા રોકડા મળી કુલ 3,34,080 લાખ રૂપિયા ચૂકવ્યા હતા.

નાણાં ચૂકવ્યા પછી કોરા ચેક પરત લેવા પેથાપુરમા આવેલી હિનાબેનની રાધીકા જ્વેલર્સમા ગયો હતો. જ્યાં મને કહ્યુ હતુ કે, નાણાં આપવામા મોડુ કર્યુ છે એટલે રોજના 5 હજાર રૂપિયા પેનલ્ટી લેખે આપવા પડશે. ત્યારબાદ મહિલા વ્યાજખોરે ફોન કરીને બીજા 3 લાખ આપવા પડશે કહીને ઉઘરાણી કરી હતી. જ્યારે નાણાં નહિ આપુ તો મારી પત્નિ અને મારા પિતા સામે ફરિયાદ કરશે. વિનંતી કરતો હતો, તે દરમિયાન મને મોઢા ઉપર લાકડી મારતા ઇજાગ્રસ્ત થતા ત્યાંથી નિકળી ગયો હતો. જેને લઇને મહિલા વ્યાજખોર સામે સેક્ટર 7 પોલીસ મથકમા ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...