યુવક ગરનાળામાં 100 મીટર અંદર ઘૂસી ગયો:બોરીજનો યુવક નશામાં ગરનાળામાં 100 મીટર સુધી અંદર ઘૂસી ગયો

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવકને ફાયરની ટીમે મહામહેનતે બચાવી લીધો

શહેર પાસેના બોરીજ ગામમા એક નશેડી યુવક ગરનાળમા ઘુસી ગયો હતો. 100 મીટર જેટલો અંદર ઘુસી ગયા પછી બહાર નિકળી નહિ શકતા આખુ ગામ ગાડુ કર્યુ હતુ. આ બનાવની જાણ ગાંધીનગર ફાયર બ્રિગેડને કરવામા આવતા ટીમ પહોંચી હતી અને દોરડાથી બાંધીને બહાર કાઢવામા આવ્યો હતો. મળતી માહિતી મુજબ ગાંધીનગરના બોરીજ ગામનો યુવક નવઘણ ચેલાજી ઠાકોર સોમવારે સાંજના સમયે નશાની હાલતમા ગામમા આવેલા એક ગરનાળામાં ઘુસી ગયો હતો.

નશાની હાલતમા તે ક્યાં પહોંચી ગયો છે, તેની પણ ખબર ન હતી. આશરે 100 મીટર જેટલો અંદર ઘુસી ગયા પછી બહાર નિકળવા માટે તરફડીયા મારતો હતો. પરંતુ ફૂલ નશો કર્યો હોવાથી બહાર નિકળવામા સફળતા મળતી ન હતી. આ બનાવની ગ્રાજનોને ખબર પડતા ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરવામા આવતા ટીમ બનાવ સ્થળે પહોંચી ગઇ હતી.

ફાયર બ્રિગેડની ટીમે પહોંચી યુવકને બહાર કાઢવા કામગીરી શરુ કરી હતી. ગરનાળામા બીલકુલ વચ્ચેના ભાગે નશો કરીને યુવક પડેલો જોવા મળતો હતો. જેમા ટીમના માણસો ઉપર પણ નશેડી યુવક હુમલો કરવાનો પ્રયાસ કરતો હતો. જ્યારે ફાયરના અધિકારી કે. જે. ગઠવી ગરનાળમા ઘુસ્યા હતા અને દોરડુ બાંધી બહાર કાઢવામા આવ્યો હતો.

ગરનાળામા માંડ એક વ્યક્તિ પણ પ્રવેશી ના શકે તેવી સ્થિતિમા પ્રવેશીને યુવકને બચાવવામા ફાયરની ટીમ સફળ રહી હતી. યુવકને બહાર કાઢ્યા પછી 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલમા લઇ જવામા આવ્યો હતો. આ બાબતે સમગ્ર ગામલોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને એક નશેડી યુવકે ગામ ગાંડુ કર્યુ હોવાનુ કહેતા સાંભળવા મળતા હતા.

અન્ય સમાચારો પણ છે...