તપાસ:અકસ્માતમાં વળતર ચૂકવ્યા બાદ પણ યુવકને માર માર્યો

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રિલાયન્સ ચોકડી પાસેના અકસ્માત સમયે નુકશાનના 5500 રૂપિયા આપ્યા બાદ ફરીનાણાની માગણી કરી હતી

શહેરમા રિલાયન્સ ચોકડી પાસે બે વાહન વચ્ચે સામાન્ય ટક્કર થઇ હતી. તે સમયે એક્ટિવા ચાલકે કાર ચાલકને નુકશાન પેટે 5500 રૂપિયા ચૂકવ્યા હતા. પરંતુ ત્યારબાદ કાર ચાલકે એક્ટિવા ચાલક પાસે વધુ ખર્ચ થયો હોવાનુ કહી નાણાની માગણી કરી હતી. યુવકને ના પાડતા તેને માર મારવામા આવ્યો હતો. સિદ્ધાર્થ હિંમતભાઇ જાદવ (રહે, સેક્ટર 7 સી. મૂળ રહે, જૂનાગઢ) શહેરમા તેના મોટા પપ્પાના ઘરે રહીને સરકારી નોકરીની તૈયારી કરી રહ્યો છે. ત્યારે ગત રોજ મકાન ભાડે રાખવાનુ હોવાથી કુડાસણ તરફ એક્ટિવા લઇને ગયો હતો.

તે સમયે ચાર દિવસ પહેલા કાર લઇને નિકળ્યો હતો. તે સમયે તેની કારથી પટેલ ભાઇના નામથી ઓળખાતા યુવકની ગાડી સાથે અકસ્માત થયો હતો. પરંતુ તે સમયે યુવકે સામેના ચાલકની ગાડીને થયેલા નુકશાન પેટે 5500 ચૂકવ્યા હતા અને બાદમા બંને જણા છુટા પડ્યા હતા.તેવા સમયે યુવક કુડાસણ વિસ્તારમા એક્ટિવા લઇને મકાન જોવા જઇ રહ્યો હતો. તે સમયે તે યુવકે એક્ટિવા રોકાવ્યુ હતુ અને કહ્યુ હતુ કે, અકસ્માતમા મારે વધારે નુકશાન થયુ છે એટલે બીજા રૂપિયા આપવા પડશે.

ત્યારે યુવકે કહ્યુ હતુ કે, મેં તે દિવસે નક્કી થયા મુજબ નાણા ચૂકવ્યા હતા, હવે મારી પાસે બીજા રૂપિયા નથી. નાણાની ના પાડતાની સાથે જ યુવક ઉશ્કેરાઇ ગયો હતો અને મારામારી કરવા લાગ્યો હતો તેની ગાડીમા રહેલી પાઇપ કાઢી પગમા ફટકારતા ઇજાગ્રસ્ત થયો હતો. જેને લઇને લોકો એકઠા થઇ જતા તેને બચાવ્યો હતો. જયારે યુવકની પાસે રહેલા મોબાઇલને તોડી નાખ્યો હતો. આ બનાવને લઇ યુવકને સિવિલ ખસેડાયો હતો. જ્યારે ઇન્ફોસિટી પોલીસમા ફરિયાદ નોંધાવતા તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...