તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:લારી મૂકવા બાબતે યુવક પર લોખંડના બાટથી હુમલો

ગાંધીનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ધોળાકૂવા ગામમા બનેલી ઘટના,લોકોએ યુવકને વધુ મારમાંથી છોડાવ્યો હતો

ધોળાકૂવા ગામની સીમમાં રક્ષાશક્તિ સર્કલથી સ્વામિનારાયણ ધામ તરફ જતા સર્વિસ રોડ પર લારી મુકવા બાબતે યુવક પર લોખંડના બાટથી હુમલો થયો હતો. ધોળાકૂવાના જૂના દંતાણીવાસમાં રહેતાં 22 વર્ષીય સચિન સવધાનભાઈ દંતાણીએ આ અંગે ઈન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. યુવકની ફરિયાદ પ્રમાણે તે સર્વિસ રોડ પર જામફળની લારી મુકી વેપાર કરે છે અને બાજુમાં ફ્રુટની લારી ઉભી રહે છે. ફ્રુટની લારીવાળા ધનજીભાઈ કચરાભાઈ દંતાણી (રહે-નવા દંતાણીવાસ, ધોળાકુવા) અવારનવાર યુવકની જગ્યા પર લારી મુકી દેે છે.

આ દરમિયાન રવિવારે પણ ધનજીભાઈએ યુવક ઉભો રહે છે તે જગ્યા પર લારી ઉભી રાખતાં યુવકે ઠપકો આપતા તેમણે ઉશ્કેરાઈને ગાળાગાળી કરી હતી અને લોખંડનો બાટ હાથમાં લઈને યુવકને માથામાં માર્યો હતો. બુમાબુમ થતા દોડી આવેલા લોકોએ યુવકને વધુ મારમાંથી છોડાવ્યો હતો. યુવકને માથામાં મુઢ ઈજાઓ થતા તેણે ગાંધીનગર સિવિલમાં સારવાર લીધા બાદ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.આ બનાવથી આ વિસ્તારમાં થોડો સમય ભારે ચકચાર મચી જવા પામી હતી. આ બનાવ અંગે પોલીસ ફરિયાદ બાદ તે અંગે તપાસ હાથ ધરવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો