ચંદ્રાલા ગામમા રહેતી અને મૂળ રાજસ્થાની યુવતીને વિધર્મી યુવક લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. પરિવારજનો દ્વારા શોધખોળ કરાયા પછી દીકરીનો પતો લાગ્યો ન હતો. પરિણામે પોલીસ મથકના પગથિયા ચડવામાં આવ્યાં હતા. પરંતુ પોલીસ કામગીરી શરૂ કરવામાં મોડી પડી હતી અને કામ શરૂ કરે તે પહેલા યુવતીનો મૃતદેહ હાથ લાગ્યો હતો. યુવતીને ભગાડી જનારા વિધર્મી યુવકની પોલીસે ધરપકડ કરી કાર્ટમાં રજૂ કરવામાં આવતા એક દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા હતા.
જિલ્લામાં લવ જેહાદના કિસ્સાઓમાં એકા એક વધારો જોવા મળી રહ્યો છે. પરિવારજનો પોલીસ મથકમાં જાણ કરે છે, પરંતુ પોલીસ દીકરી આપ મેળે પરત આવી જાય તેની રાહ જોતી હોય છે. પરિણામે પરિવાર દીકરીને કાયમ માટે ખોઇ નાખે છે. ત્યારે તાજેતરમાં એક આવો જ બનાવ સામે આવ્યો છે. ચંદ્રાલા ગામમાં રહેતી આશરે 18 વર્ષીય યુવતી મજરા ગામના આશરે 22 વર્ષીય વિધર્મી યુવક સમીરહુસૈન મીયા લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. ગત સપ્ટેમ્બર મહિનામાં યુવતીને ભગાડી ગયા પછી યુવતીની શોધખોળ કરવામાં આવી હતી.
પોલીસ સ્ટેશનના પગથિયા પણ ઘસવામાં આવ્યા હતા. છતા યુવતીનો પત્તો લાગી શક્યો ન હતો. જ્યારે કડી પાસેની નર્મદા કેનાલમાંથી ગત 4 સપ્ટેમ્બરના રોજ એક મૃતદેહ મળી આવ્યો હતો. જેને સ્થાનિક પોલીસ દ્વારા બિનવારસી સમજીને અંતિમ સંસ્કાર પણ કરાવી દીધા હતા. ત્યારબાદ ચિલોડા પોલીસને માહિતી મળી હતી કે, અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, તે ચંદ્રાલાની યુવતી હતી અને ત્યારબાદ 5 સપ્ટેમ્બરના રોજ પોલીસે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી હતી.
આ બનાવમાં ચિલોડા પોલીસે આરોપી સમીર હુસૈન મીયા સામે મરવા માટે મજબુર કરવા બદલ ગુનો નોંધ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી. આરોપીને પકડીને આજે શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જેમા પોલીસે 7 દિવસના રિમાન્ડ માગ્યા હતા, પરંતુ કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.