તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:સિવિલની કોરોનાની સારવારથી કંટાળી યુવક ખાનગીમાં ભાગ્યો

ગાંધીનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગુનો દાખલ કરાયા બાદ ફરાર યુવકનો ભાઇ સામેથી જ પોલીસમાં હાજર કરાવી ગયો

ગાંધીનગર સિવિલમાં કોરોનાની સારવાર લેવા આવેલો મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પિલવઈ ગામનો ભરત ચતુરભાઈ રાવળ (45 વર્ષ) કોરોનાગ્રસ્ત થતાં ગાંધીનગર સિવિલમાં સારવાર માટે આવ્યો હતો. 13 મેના રોજ સવારે ભરત અચાનક કોવિડ વોર્ડમાંથી ગાયબ થઈ ગયો હતો. જેને લઇને સિવિલ સત્તાધીશોના શ્વાસ રૂંધાઇ ગયા હતા.અગાઉ એક ઘટનામાં કોરોનાગ્રસ્ત દર્દીનો મૃતદેહ બાથરૂમમાંથી મળ્યા બાદ બીજો દર્દી ફરાર થયા બાદ સિવિલ તંત્ર દ્વારા આખી સિવિલને ખૂંદી નાખવામા આવી હતી.

તેમ છતા દર્દી નહીં મળતા આખરે તેના વતનમાં પણ એક ટીમ મોકલાઈ હતી. પરંતુ ત્યાંથી પણ પરિવાર સાથે ગાયબ થઇ ગયો હતો. આ બાબતે સેક્ટર-7 પોલીસ મથકના પીઆઇ સચિન પવાર સાથે વાત કરતા કહ્યુ હતુ કે, ભરત રાવળ સિવિલની સારવારથી કંટાળી ભાગી ગયો હતો. ત્યારબાદ પોલીસ દ્વારા તપાસ કરાઈ હતી, પરંતુ હાથ લાગ્યો ન હતો. જ્યારે તેની સામે ફરિયાદ દાખલ થયા બાદ દર્દી ભરત રાવળ કોરોના નેગેટીવ આવ્યા બાદ તેનો ભાઇ પોલીસ સ્ટેશનમા હાજર કરાવી ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...