• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • The Worker Became The Minister And The Minister Now Became The Worker; Those Who Have Been Senior Ministers For Years Will Have To Come To The Secretariat With Work

નવા CM, નવું મંત્રીમંડળ:કાર્યકર્તા મંત્રી બન્યા અને મંત્રી હવે કાર્યકર્તા બન્યા; વર્ષોથી સિનિયર મંત્રી રહેલાઓએ કામ લઇને સચિવાલય આવવું પડશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્ય તરીકે મંત્રીઓ સમક્ષ રજૂઆત કરનારા હવે મંત્રી પદે
  • ‘નો રિપીટ થિયરી’ને કારણે હવે ભાજપમાં નેતાગીરીની નવી ધરી
  • અત્યાર સુધી વિધાનસભામાં પાછલી હરોળમાં બેસતા આ ધારાસભ્યો મંત્રી બનતા હવે આગલી હરોળમાં બેસશે

નવા મંત્રીમંડળની રચના સાથે ભાજપના રાજકારણની તાસીર અને તસવીર હવે બદલાઇ છે. વર્ષોથી મંત્રી પદેરહીને કાર્યકર્તા અને ધારાસભ્યોને આદેશો કરનારા નેતાઓ હવે એજ કાર્યકર્તા અને ધારાસભ્યની હરો‌ળમાં આવી ગયા છે. ભાજપની આ નો રિપીટ થિયરીને કારણે તમામ મંત્રીઓ પગ નીચેથી ધરતી ખસી ગઇ તેવો ઘાટ સર્જાયો છે.

આ મંત્રીઓને અત્યાર સુધી વિસ્તારનના કામોની રજૂઆતો લઈને આવતા ધારાસભ્યો હવે મંત્રીપદનો પાવર ભોગવી સ્વર્ણિમ સંકૂલમાં બિરાજશે જ્યારે ભૂતપૂર્વ મંત્રીઓને તેમના મંત્રીઓ તરફથી આદેશ પાલન કરવાના રહેશે. જાહેર કાર્યક્રમોમાં પણ મંચ પર બેસતા આ નેતાઓ હવે કાર્યકરોના ટોળામાં ભળી જશે. જ્યારે ટોળામાં બેસનારા ધારાસભ્યો પૈકીના 25 હવે મંચ પર રૂઆબથી બેસશે. વિધાનસભા ગૃહમાં પણ પડતા મૂકાયેલા મંત્રીઓ હવે પાછલી હરોળમાં બેસીને નવા મંત્રીઓના ભાષણ પર પાટલીઓ થપથપાવશે જ્યારે અત્યાર સુધી ધારાસભ્ય રહેલા આ નવા મંત્રીઓ ટ્રેઝરી બેંચમાં બેસી ગૃહને સંબોધિત કરશે.

રાજેન્દ્ર ત્રિવેદીઃ રાજ્યકક્ષાના મંત્રી રહી ચૂક્યા છે
વડોદરાના રાવપુરા બેઠક પરથી ચૂંટાયેલા રાજેન્દ્ર સૂર્યપ્રસાદ ત્રિવેદી બે ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે. અમિત શાહના ગ્રૂપના ગણાતા ત્રિવેદી બી.એસસી.(ઓનર્સ), એલએલ.બી. સુધીનો અભ્યાસ કરેલ છે. તેઓ ખેતી તથા વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ વાંચન, સામાજિક પ્રવૃત્તિ, સાહિત્યિક પ્રવૃત્તિ અને કવિતા લેખનનો શોખ ધરાવે છે. અગાઉ તેઓ રાજ્યકક્ષાના મંત્રી અને સ્પીકર રહી ચૂક્યા છે.

જીતુ વાઘાણીઃ માજી પ્રદેશ પ્રમુખ હવે મંત્રી બન્યા
માજી પ્રદેશ પ્રમુખ જિતેન્દ્રભાઈ સવજીભાઈ વાઘાણી, ભાવનગર વિધાનસભા મતવિસ્તારમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ તા. ર૮ જુલાઇ, ૧૯૭૦ના રોજ ભાવનગર જિલ્લાના વરતેજ ખાતે થયો હતો. તેમણે બી.કોમ., એલએલ.બી., એલ.ડી.સી.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ ખેતી અને બાંધકામના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ ભાવનગર પશ્ચિમ માંથી મંત્રી બનનાર પ્રથમ ધારાસભ્ય છે. અગાઉ યુવા ભાજપના પ્રમુખ પણ હતા.

પૂર્ણેશ મોદીઃ મૂળ સુરતી ,બે ટર્મથી ચૂ઼ંંટાય છે
મૂળ સુરતી અને બે ટર્મ સુધી સુરત શહેર ભાજપના પ્રમુખ રહેલા પૂર્ણેશકુમાર ઈશ્વરલાલ મોદીનો જન્મ ૨૨મી ઓકટોબર ૧૯૬૫ના રોજ સુરત ખાતે થયો છે. તેમણે બી.કોમ અને એલએલ.બીનો અભ્યાસ કરેલો છે. તેઓ વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા છે. સંસદીય સચિવ તરીકે સેવાઓ આપી છે. તેઓ જૂના હિન્દી ફિલ્મી ગીતો સાંભળવાનો શોખ ધરાવે છે. તેઓ બે ટર્મ થી ચૂંટાય છે.

ઋષિકેશ પટેલઃ પાટીદાર સમાજ ઉપર વર્ચસ્વ

ઋષિકેશ ગણેશભાઇ પટેલ વિસનગરથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ તા. ૩૦ ઓક્ટોબર-૧૯૬૧ના રોજ ખેરાલુના સુંઢિયા ગામે થયો છે. તેઓએ ડિપ્લોમાં ઈન સિવિલ એન્જિનિયરિંગ સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ પાટીદાર સમાજ પર વર્ચસ્વ ધરાવે છે. મહેસાણા ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના ચેરમેન છે. તેમજ વિસનગર ખેત-ઉત્પન્ન બજાર સમિતિમાં પણ વર્ષ ૨૦૧૬થી કાર્યરત છે.

રાઘવજી પટેલઃ ધારાસભ્ય તરીકેની છઠ્ઠી ટર્મ
જામનગરમાંથી ચૂંટાયેલા રાઘવજીભાઈ હંસરાજભાઈ પટેલની ધારાસભ્ય તરીકેની છઠ્ઠી ટર્મ છે. તેમનો જન્મ ૧લી જૂન, ૧૯૫૮ના રોજ મોટા ઇંટાળા, તા. ધ્રોલ, જિ. જામનગર ખાતે થયો હતો. તેમણે બી.એ., એલએલ.બી.નો અભ્યાસ કરેલો છે. તેઓ ખેતી અને શૈક્ષણિક પ્રવૃત્તિનો વ્યવસાય સાથે સંકળાયેલા છે. લેઉવા પટેલ સમાજના અગ્રણી અને અનુભવી હોઈ તેઓની મંત્રી તરીકે પસંદ કરવામાં આવી છે.

કનુભાઈ દેસાઈઃ 2017માં રિપીટ કરાયા હતા
કનુભાઇ મોહનલાલ દેસાઇ, પારડીમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ 3જી ફેબ્રુઆરી, 1951ના રોજ ઉમરસાડી ખાતે થયો હતો. તેમણે બી.કોમ., એલએલ.બી. (સ્પેશિયલ) સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ ખેતી અને વેપારના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમણે વલસાડ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે સેવા આપી છે. વલસાડ જિલ્લા ભા.જ.પ.ના પ્રમુખ રહી ચુક્યા છે.

નરેશ પટેલઃ આદિવાસી સમાજ પર પ્રભુત્વ
નરેશભાઇ મગનભાઇ પટેલ,ગણદેવીમાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ ૧લી જાન્યુઆરી, 1959ના રોજ મોગરાવાડી, નવસારી ખાતે થયો હતો. તેમણે એસ.એસ.સી. સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ ખેતી અને વેપારના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ આદિવાસી સમાજ ઉપર પ્રભૂત્વ ધરાવે છે. તેઓ વાંચન, લેખન, સંગીત અને ક્રિકેટનો શોખ ધરાવે છે.

કિરીટસિંહ રાણાઃ ક્ષત્રિય સમાજના આગેવાન
ક્ષત્રિય સમાજના આગેવાન કિરીટસિંહ જીતુભા રાણા, લીંબડી
માંથી ચૂંટાયેલા છે. તા. ૦૭ જુલાઇ ૧૯૬૪ના રોજ જન્મ થયો હતો. તેઓએ મેટ્રિક સુધીનો અભ્યાસ કરેલો છે. આ બેઠક પર કિરીટસિંહ રાણા ત્રીજી વખત પેટા-ચૂંટણી જીત્યા છે.
આ પહેલા તેમણે ૧૯૯૫ અને ૨૦૧૩માં પેટા ચૂંટણી જીતી હતી. કિરીટસિંહ રાણા નરેન્દ્ર મોદી સરકારમાં પશુપાલન મંત્રી રહી ચુક્યા છે.

અર્જુનસિંહ ચૌહાણઃ પ્રથમવાર વિજયી, મંત્રી બન્યા
અર્જુનસિંહ ઉદેસિંહ ચૌહાણ, મહેમદાવાદ માંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ તા.૨૨ જૂન ૧૯૭૬ના રોજ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વાંઠવાળી ગામે થયો છે. તેમણે બી.કોમ., ડી.સી.એમ.નો અભ્યાસ કરેલો છે. તેઓ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પ્રથમવાર વિજયી બની મંત્રી બન્યા છે.ઉલ્લેખનીય છેકે અર્જુનસિંહ ચૌહાણ છેલ્લા 20 વર્ષથી RSSના કાર્યકર્તા છે.

પ્રદીપ પરમારઃ પુસ્તક વાંચનનો શોખ ધરાવે છે
પ્રદીપભાઇ ખાનાભાઇ પરમાર, અસારવામાંથી ચૂંટાયેલા છે. તેમનો જન્મ તા.૧૭ જૂન ૧૯૬૪ના રોજ અમદાવાદ ખાતે થયેલો છે. તેમણે મેટ્રિક સુધીનો અભ્યાસ કરેલો છે. તેમણે મેટ્રિક સુધીનો અભ્યાસ કરેલો છે. તેઓ બાંધકામ, પેટ્રોલપંપ અને વોટર સપ્લાયના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ નાટક જોવાનો અને પુસ્તક-વાંચનનો શોખ ધરાવે છે.