તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંબંધોની પરીક્ષા:વિધવા મહિલાએ પોતાના સંતાનોને તરછોડી જે પ્રેમી પર ભરોસો કર્યો તેને જ કર્યો વિશ્વાસઘાત, મહિલા બેસહારા બની જતા મહિલા હેલ્પલાઈનની ટીમ બની મદદરૂપ

ગાંધીનગર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
 • હે્લ્પલાઈનની ટીમે મહિલાનું તેના સંતાનો અને પિયરિયા સાથે સમાધાન કરાવ્યું

ગાંધીનગરના પ્રેમીના પ્રેમમાં અંધ બનેલી વિધવા મહિલાએ પોતાના બે બાળકોને ત્યજી દીધા બાદ પિયર પક્ષ સાથે પણ સંબંધો કાપી નાખ્યા પછી પ્રેમી તેને અડધી રાત્રે તરછોડીને જતો રહેતા મકાનમાલિકે પણ ઘર ખાલી કરાવી દેતા નિરાધાર બનેલી વિધવા પ્રેમિકાનું પિયર પક્ષ સાથે સમાધાન કરાવી ગાંધીનગરની મહિલા હેલ્પલાઇન ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી.

આંધળા પ્રેમમાં પોતાનું સર્વસ્વ લૂંટાવી દીધા પછી પણ ગાંધીનગરમાં ગઈકાલે જ પ્રેમ પ્રકરણ નો લોહિયાળ અંત આવ્યાની ઘટના સેક્ટર 26 ખાતે બની હતી. ત્યારે આજે વધુ એક પ્રેમ પ્રકરણનાં કિસ્સામાં વિધવા પ્રેમિકાને નિરાધાર બનવાનો લાલ બત્તી સમાન કિસ્સો બનવા પામ્યો છે.

ગાંધીનગરના અર્બન હેલ્થ સેન્ટરમાં નોકરી શરૂ કરી ને પ્રેમ થયો
ગાંધીનગરમાં રહેતી દિપ્તી(નામ બદલાવ્યું છે)ના લગ્ન આશરે દસ વર્ષ અગાઉ થયા હતા.આ લગ્નજીવનથી તેણે બે બાળકોને જન્મ આપ્યો હતો લગ્નના થોડા વર્ષો પછી તેના પતિનો મૃત્યુ થતાં તે પિયરમાં જીવન પસાર કરી રહી હતી. પોતાના બાળકોનું ભરણપોષણ કરવા માટે તેણે ગાંધીનગરના અર્બન હેલ્થ સેન્ટરમાં નોકરી શરૂ કરી દીધી હતી. અર્બન હેલ્થ સેન્ટરમાં નોકરી શરૂ થઈ જવાથી ધીમે ધીમે તેની આર્થિક સ્થિતિ મજબૂત બની રહી હતી.

જે પ્રેમીએ દગો દીધો તેના માટે જ એક સમયે પોતાના બે બાળકો તડછોડ્યા હતા
​​​​​​​બે વર્ષ અગાઉ દિપ્તી એક મનીષ(નામ બદલાવ્યું છે) નામના યુવક સાથે સંપર્કમાં આવી હતી. બાદમાં મિત્રતા થી શરૂ થયેલો સંબંધ પ્રેમમાં પરિણમ્યો હતો. આથી પ્રેમમાં અંધ બનીને બંને પ્રણયના ફાગ ખેલતા હતા. પ્રેમ સંબંધને બે વર્ષ જેટલો સમય વીતી જતા બંને ના કરવાનું મન બનાવી લીધું હતું. પરંતુ દીપ્તિના બે સંતાનો ને રાખવા મનીષ તૈયાર ન હતો ત્યારે દીપ્તિ એ પણ પ્રેમમાં અંધ બની મનીષ સાથે જીવન ગાળવાના સપનાની ખેવના રાખી તેના બે સંતાનોને પોતાના પિયરમાં સોંપી દીધા હતા. ત્યારે દીપ્તિ ના આ પ્રકારના નિર્ણયથી પિયર પક્ષ પણ ચોંકી ઉઠ્યો હતો. જેને પ્રેમમાં અંધ બની ને પોતાના બે સંતાનોનું ભવિષ્ય નહિ બગાડવા માટે પણ પિયરીયાઓએ સમજાવી હતી. તેમ છતાં પ્રેમમાં અંધ બનેલી દિપ્તી એ મમતા લજવી ને બે સંતાનોને પ્રેમી માટે તરછોડી દીધા હતા અને પિયર પક્ષ સાથે પણ તમામ સંબંધો કાપી નાખ્યા હતા.

દરરોજના ઝઘડાથી ત્રસ્ત મકાનમાલિકે મકાન ખાલી કરાવ્યું
​​​​​​​
બાદમાં મનીષ અને દિપ્તી એ કોઈને પણ જાણ કર્યા વિના ત્રણ મહિના અગાઉ કોર્ટ મારફતે એ લગ્ન કરી લીધા હતા. બન્ને પ્રેમી-પંખીડા ગાંધીનગરના મકાનમાં ભાડે રહી પ્રણયના ફાગ ખેલવા લાગ્યા હતા. ત્યારબાદ થોડો સમય થતાં દિપ્તી અને મનીષ વચ્ચે નાનીમોટી બાબતોમાં અવારનવાર ઝઘડા થવા લાગ્યા હતા. જેના પરિણામે મોડી રાત્રે ભાડાના મકાનમાં દીપ્તિ ને તરછોડીને જતો રહ્યો હતો. બીજી તરફ રોજના ઝઘડા થી ત્રસ્ત બનેલા મકાનમાલિકે પણ તાત્કાલિક મકાન ખાલી કરાવી દેતા દીપ્તિ અસમંજસમાં મૂકાઇ ગઇ હતી.

આખરે ક્યાંય આશરો ન મળતા દીપ્તિ એ મહિલા હેલ્પલાઇન ને ફોન કરીને જણાવ્યું હતું કે મારો પતિ અડધી રાત્રે તરછોડીને જતો રહ્યો છે અને મકાન માલિકે પણ ઘર ખાલી કરાવી દીધું છે તેમજ સાસરિયાઓ પણ સ્વીકારવા માટે તૈયાર નથી મારી મદદ કરો. અચાનક જ મદદ માટે આવેલા ફોનના પગલે ગાંધીનગર મહિલા હેલ્પલાઇન ના કોર્ડીનેટર ફાલ્ગુનીબેન તુરંત જ દીપ્તિ પાસે પહોંચી ગયા હતા

સાસરી પક્ષના લોકોએ પણ સ્વીકારવાનો ઈન્કાર કર્યો
​​​​​​​જ્યાં દીપ્તિએ પોતાના પ્રેમી પતિએ તેનો ત્યાગ કરી લેતા અને પિયર તેમજ સાસરી પક્ષ પણ સ્વીકારવા તૈયાર ન હોવાથી નિરાધાર અવસ્થામાં મુકાઈ ગઈ હોવાનું જણાવ્યું હતું બાદમાં હેલ્પલાઇનના કોર્ડીનેટર ફાલ્ગુનીબેન પટેલ દીપ્તિ ની સાસરી માં ગયા હતા જ્યાં વાતચીત કરતા સાસરિયાઓએ જણાવેલું કે અમારો દીકરો કુંવારો હતો અને આ વિધવા હતી તેમ છતાં તમારી જાણ બહાર લગ્ન કરેલા છે તેવા અપશબ્દો બોલીને દીપ્તિ ને રાખવાની ઘસીને ના પાડી દીધી હતી.

પિયર પક્ષના લોકોએ દિપ્તીનો સ્વીકાર કર્યો
​​​​​​​
ત્યારબાદ હેલ્પલાઇનની ટીમ દીપ્તિને લઈ તેના પિયર પહોંચી હતી જ્યાં કલાકોની મથામણ કર્યા બાદ પિયર પક્ષના લોકોએ દિપ્તી નો સ્વીકાર કર્યો હતો ત્યારે દીપ્તિ પણ હેલ્પલાઇનના કોડિનેટર ​​​​​​​ફાલ્ગુનીબેન પટેલની કામગીરીને બિરદાવી ને ભવિષ્યમાં આંધળા પ્રેમમાં સર્વસ્વ લૂંટાવી નહીં દેવાની અત્યારના જુવાનીયાઓને અપીલ પણ કરી હતી. (નોંધ : ઉપરોક્ત બન્ને નામો કાલ્પનિક છે)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો