આંદોલન:પડતર પ્રશ્નોને લઈ ડેપોની 110 બસનાં પૈડાં આજે મધ્યરાત્રીથી થંભી જશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ડેપોના 400 કર્મીએ માસ CLનો રિપોર્ટ આપી દીધો
  • 5000થી વધુ મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે

એસ ટી નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નો નહી ઉકેલાતા તારીખ 20મી, મધ્યરાત્રીએ ડેપોની 110 બસોના પૈડા થંભી જશે. માસ સીએલની લડતના ભાગરૂપે ડેપોના 420માંથી 400 જેટલા કર્મચારીઓએ રજાના રિપોર્ટ આપી દીધા છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નો છેલ્લા ત્રણ વર્ષથી ઉકેલ આવ્યો નથી. આથી કર્મચારીઓની ધીરજ ખૂટી પડતા પ્રશ્નોના ઉકેલની માંગણી સાથે છેલ્લા સવા માસથી લડત આંદોલન શરૂ કર્યું છે. લડત આંદોલન દરમિયાન એસ ટી નિગમના કર્મચારીઓના ત્રણેય યુનિયનોની સંકલન સમિતિએ અધિકારીઓ સાથે બેઠકોનો દૌર ચાલ્યો હતો.

પરંતુ દરેક બેઠક વખતે કોઇ જ નક્કર પરિણામ આવ્યું નથી. જોકે સંકલન સમિતિના સભ્યો હવે મૌખિક નહી લેખિત આદેશ કરો તો જ લડત આંદોલન બંધ રાખવાની માંગણી ઉપર અડગ રહ્યું છે. જ્યારે સામે અધિકારીઓ મૌખિક બાંહેધરી આપીને લડત આંદોલન સમેટાઇ લેવાના મુડમાં હોય તેમ લાગી રહ્યું છે. જોકે ત્રણેક વર્ષ અગાઉ પણ અધિકારીઓએ મૌખિક બાંહેધરી આપ્યા બાદ કોઇ જ કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવામાં કોઇ જ નક્કર કાર્યવાહી કરી નથી.

આથી હવે સંકલન સમિતિએ લેખિત આદેશ ઉપર અડગ રહેતા પ્રશ્નોના ઉકેલના મામલે ઠેરની ઠેર સ્થિતિ બની રહી હોવાનું એસ ટી નિગમના કર્મચારીઓએ જણાવ્યું છે. એસ ટી નિગમના કર્મચારીઓની લડતના ભાગરૂપે તારીખ 20મી, બુધવારની મધ્યરાત્રીએ માસ સીએલ ઉપર કર્મચારીઓ જશે. જોકે ડેપોના 420માંથી અંદાજે 400 જેટલા કર્મચારીઓએ માસ સીએલનો રિપોર્ટ આપી દીધો છે. આથી ડેપોની 110 બસોના પૈડા થંભી જશે. કર્મચારીઓની હડતાલને પગલે અંદાજે 5000થી વધુ મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે.

અન્ય સમાચારો પણ છે...