આયોજન:વોશ ઇન સ્કૂલ પ્રોગ્રામથી પ્રાથમિક શાળાઓને સ્વચ્છ બનાવવામાં આવશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુણાંક એપથી સ્વમૂલ્યાંકન કરવાનું ખાસ આયોજન કરાયું

શાળાઓને સ્વચ્છ બનાવવા માટે વોશ ઇન સ્કૂલ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. તેમાં શાળાના વર્ગખંડો, સેનેટેશન બ્લોક, મેદાન, આચાર્યની ઓફિસ, લાયબ્રેરી સહિતની સફાઇના આધારે તેની શાળા સ્વચ્છતા ગુણાંક એપ્લીકેશનની મદદથી મૂલ્યાંકન કરવામાં આવશે. તેના આધારે શાળા સ્વચ્છતા એક્શન પ્લાન તૈયાર કરવાનો આદેશ કર્યો છે.

સ્વચ્છ ભારત સ્વચ્છ વિદ્યાલય અભિયાનના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા ગામડાઓને સ્વચ્છ બનાવવામાં આવી રહ્યા છે. ઉપરાંત ગામડામાં આવેલી પ્રાથમિક શાળાઓને પણ સ્વચ્છ બનાવવા માટે વોશ ઇન સ્કૂલનો પ્રોગ્રામ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે.

વોશ ઇન સ્કૂલ પ્રોગ્રામ અંતર્ગત શાળાઓના વર્ગખંડો, આચાર્યની ઓફિસ, લાઈબ્રેરી, શાળાનું મેદાન સહિતની નિયમિત સાફ સફાઇ કરીને સ્વચ્છ રાખવામાં આવશે. શાળાની સ્વચ્છતા અંગેની કામગીરીની નોંધ એપ્લિકેશન ઉપર કરવાની રહેશે. ઉલ્લેખનીય છે કે કોરોનાની મહામારીને કારણે છેલ્લા દોઢેક વર્ષથી રાજ્યભરની પ્રાથમિક શાળાઓ વિદ્યાર્થીઓ માટે ખોલવામાં આવી નથી.

કોરોનાની બીજી લહેર બાદ સંક્રમણ મંદ પડતા રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા છેલ્લા એકાદ માસથી શાળાઓમાં ધોરણ-6થી 8ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યુ છે. ત્યારે શાળાઓમાં વોશ ઇન સ્કૂલના પ્રોગ્રામને વધુ અસરકારક બનાવવા માટે અને શાળાને વધુ સ્ટાર રેટીંગ મળે તે માટે શાળા વ્યવસ્થાપન સમિતિ (એસએમસી)ના સહયોગથી શાળા સ્વચ્છતા એક્શન પ્લાન બનાવીને તેની વિગતો આગામી તારીખ 31મી, ઓક્ટોબર સુધીમાં લીંક ઉપર અપલોડ કરવાની રહેશે.

આ નવા આયોજન હેઠળ ગુણાંક એપથી સ્વમૂલ્યાંકન કરવાનું ખાસ આયોજન કરાયુંછે જેમાં વોશ ઇન સ્કૂલ પ્રોગ્રામથી પ્રાથમિક શાળાઓને સ્વચ્છ બનાવવમાં આવશે અને તે મુજબ જ કામગીરી કરવામા આવશે.

અન્ય સમાચારો પણ છે...