મુશ્કેલી:મનપામાં સામેલ ગામોને હજુ E-ગ્રામ પોર્ટલમાંથી હટાવાયાં નથી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હાલમાં 15માં નાણાંપંચમાંથી ડિ-એક્ટિવ નહી થતાં ઓનલાઇન કામગીરીમાં અનેક પ્રકારની મુશ્કેલી

ગાંધીનગર મનપા વિસ્તારમાં ગાંધીનગર તાલુકાના 16 ગામોને સમાવેશ કરાયા છે. તેમ છતાં આ ગામોને ઇ-ગ્રામ સ્વરાજમાંથી ડિએક્ટિવ કરવામાં આવ્યા નથી. જેને પરિણામે 15માં નાણાંપંચની ઓનલાઇન કામગીરી કરવામાં મુશ્કેલી ઉભી થતી હોવાથી ગામોને દુર કરવાની માંગ ઉઠી છે.

સરકાર દ્વારા અમદાવાદ અને ગાંધીનગરને લીંક સીટી પ્રોજેક્ટ અંતર્ગત વિકસાવવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે સરકાર દ્વારા અમદાવાદ અને ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારની હદમાં વધારો કરવામાં આવ્યો છે. તેમાં જિલ્લાના ગાંધીનગર તાલુકાના એક ગામનો અમદાવાદ મનપા વિસ્તારમાં સમાવેશ કર્યો છે. જ્યારે 16 ગામોને સમાવેશ કરાયો છે.

જોકે ગામોને મનપામાં સમાવેશ કરાયા બાદ વહિવટી સહિતની કામગીરી મનપાને હસ્તક સોંપી દેવામાં આવી છે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારના આરોગ્ય કેન્દ્રોને પણ મનપાને સોંપવામાં આવ્યા છે. તેમ છતાં રાજ્ય સરકારની ઇ-ગ્રામ સ્વરાજના પોર્ટલમાં ગાંધીનગર તાલુકાના 16 ગામોને ડિએક્ટિવ કરવામાં આવ્યા નથી. જેને પરિણામે 15માં નાણાંપંચ અંતર્ગત ઓનલાઇન કામગીરી કરવામાં કર્મચારીઓને મુશ્કેલી પડી છે.

આથી ગાંધીનગર તાલુકાના 16 ગામોને ઇ-ગ્રામ સ્વરાજ પોર્ટલમાંથી ડિએક્ટીવ કરવાની માંગ કર્મચારીઓમાં ઉઠવા પામી છે. જ્યારે બીજી તરફ મુબારકપુરને માણસા તાલુકામાંથી ગાંધીનગર તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. તેમ છતાં તેને ઇ-ગ્રામ સ્વરાજના પોર્ટલમાં હજુય માણસા તાલુકામાં જ દર્શાવવામાં આવી રહ્યું છે. આથી મુબારકપુરને ગાંધીનગર તાલુકામાં એક્ટિવ કરવામાં આવે તો પોર્ટલ ઉપરની એન્ટ્રી સહિતની વહિવટી કામગીરી સરળ બની શકે તેમ કર્મચારીઓએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...