લોકાર્પણ ખાતમુહૂર્ત કરાયા:માણસામાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ સાંસદની હાજરીમાં યોજાયો

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તાલુકામાં 5.37 કરોડના કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત કરાયા

માણસા તાલુકામા વિશ્વાસથી વિકાસ યાત્રાનો કાર્યક્રમ સાંસદ હસમુખ પટેલની હાજરીમા યોજાયો હતો. જેમા તેમણે કહ્યુ હતુ કે, આ સમયે તેમણે માણસા તાલુકામા 5.37 કરોડના કામોના ખાતમૂહુર્ત અને લોકાર્પણ કર્યા હતા. પાણીજન્ય રોગોથી નાગરિકોની બિમાર પડવાનો ગ્રાફ દેશમાં વઘુ છે. સમગ્ર દેશમાં નળ સે જલ નામની યોજના અમલી બનાવવામાં આવી છે.

જેથી દેશના દરેક નાગરિકને શુઘ્ઘ પીવાનું પાણી મળી રહેશે. તેમજ પાણીજન્ય રોગની માત્રા ઘટશે. ગુજરાતમાં ડબલ એન્જિનથી ચાલતી સરકારના શાસનમાં નલ સે જલ યોજનાનું કાર્ય વર્ષ 2022મા પૂર્ણ થશે. જયારે દેશમાં આ યોજનાનું કાર્ય 2024માં પૂર્ણ થશે. વર્લ્ડ હેલ્થ આર્ગોનાઇઝેશનના નિયમો અનુસાર જનસંખ્યા પ્રમાણે તબીબીઓ પણ દેશમાં ન હતા.

આ નિયમોનું સુચારું પાલન કરી જનસંખ્યા અનુસાર ર્ડાકટરોનો રેશિયો જળવાઇ રહે તે માટે આ સરકારના શાસનમાં દેશના તમામ જિલ્લાઓમાં મેડિકલ કોલેજનું નિર્માણ કરવાના ભગીરથ કાર્યનો આરંભ કરવામાં આવ્યો છે. જેનાથી સ્થાનિક કક્ષાએ શું ફાયદા થશે, તેની દષ્ટાંત પૂર્વક વાત કરીને સરકારની વિવિઘ આરોગ્યલક્ષી યોજનાઓ અને સેવાઓની વિસ્તૃત વાત કરી હતી.

દેશના આર્થિક નીતિઓમાં સુચારું આયોજન અને ચોક્કસ દિશા સાથે આમૂલ પરિવર્તન આ સરકારના શાસનમાં કરવામાં આવ્યું છે. તેમજ ઔધોગિક વિકાસને વેગ આપવા માટે અને ઔઘોગિક ઉત્પાદનનો ખર્ચે ઘટાડવા માટે દેશમાં ભારતમાલા, સાગરમાલા જેવી યોજનાઓ અમલી બનાવવવામાં આવી છે. જેના થકી ભવિષ્યમાં કેવા ફાયદા થશે, તેની પણ વિસ્તૃત માહિતી આપી હતી.

ઉપરાંત ઉજ્જવલા યોજના, જયોતિગ્રામ યોજના, વન નેશન વન રેશન, પી.એમ.જે.વાય., ઉજાલા યોજના, જનઘન યોજના જેવી યોજનાઓ થકી દેશ અને રાજયમાં થયેલા વિવિઘ કામોની પણ માહિતી આપી હતી. સાસંદ હસમુખ પટેલના હસ્તે માણસા અને કલોલ તાલુકાના 5.37 કરોડના વિકાસ કામોનું ઇ લોકાર્પણ ખાતમુહૂર્ત કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...