તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:સફાઈકર્મીને પૂરતું વેતન નહીં અપાતું હોવાનો સંઘનો આક્ષેપ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કચરા મુદ્દે સખ્તીને બદલે સફાઈકર્મીની ભરતી કરો
  • નગરજનોને લીલા-વાદળી ડસ્ટબિન પણ અપાયાં નથી

નગરની સફાઈ કરતા કર્મચારીઓની ભરતી કરાતી નથી.સેકટરોમાં યોગ્ય સફાઈ થતી નથી. સફાઈ કામદારોને એજન્સી દ્વારા પૂરતું વેતન પણ અપાતું નથી.વેરો ભરવા છતાં નગરવાસીઓને લીલી-વાદળી dustbin આપવામાં આવી નહી હોવાનો આક્ષેપ ગાંધીનગર શહેર વસાહત મહાસંઘે આક્ષેપ કર્યો છે.

16મી ઓગસ્ટ સોમવારથી સુકો અને ભીનો કચરો અલગ અલગ આપવામાં આવશે નહીં તો તે મકાનનો કચરો લેવામાં આવશે નહીં તેવો આદેશ મનપા દ્વારા કરવામાં આવ્યો છે.શહેર વસાહત મહાસંઘના પ્રમુખ કેશરીસિંહ બિહોલાએ જણાવ્યું છે કે ગાંધીનગરના સફાઈ કર્મચારીઓની પૂરતી ભરતી કરાતી નહીં હોવાથી સેકટરોની સફાઇની કામગીરી યોગ્ય રીતે થતી નથી એજન્સી દ્વારા પૂરતું વેતન આપવામાં આવતુ નથી.ગાંધીનગરના રહીશો દ્વારા વેરો ભરવામાં આવ્યો હોવા છતાં તેઓને લીલી-વાદળી ડસ્ટબીન પણ આપવામાં આવી નથી.પરિણામે રહીશોને બજારમાંથી ખરીદવાની ફરજ પડી છે.

સેક્ટરના તેમજ નગરના આંતરિક માર્ગો ઉપર સેક્ટરવાસીઓ દ્વારા નાખવામાં આવેલા કચરાની પણ યોગ્ય સફાઇ થતી નથી.વધુમાં જાહેર સ્થળોએ કચરાના ઢગલા પણ યથાવત્ રહેતા હોવા છતાં તેની સફાઈ એજન્સી દ્વારા સફાઈ નહીં કરવામાં આવતી હોવાનો પણ આક્ષેપ ગાંધીનગર શહેર વસાહત મહાસંઘે કર્યો છે. સુકો-ભીનો કચરો અલગ લેવો તે સારી બાબત છે. પરંતું સેક્ટરવાસીઓની સમસ્યાઓનો પણ તે યોગ્ય અને ફરજીયાત નિકાલ થાય તેવું પણ માળખાકીય આયોજન જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...