વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2022:ગત વાઈબ્રન્ટમાં ભાગ ન લેનારું યુકે આ વખતે કન્ટ્રી પાર્ટનર બન્યું, અત્યાર સુધીમાં 7 હજારથી વધુ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • હાઈ રિસ્ક કન્ટ્રીના લિસ્ટમાં રહેલા દેશો પણ સમિટમાં ભાગ લેશે

વર્ષ 2019ની વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાવાનો ઇન્કાર કર્યા બાદ યુકે એ આગામી વર્ષ 2022ની સમિટમાં ફરી એકવાર ગુજરાત સાથે પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયું છે. ગુજરાતમાં આવવાનો ફાયદો થતો નથી તેવા વલણ સાથે ગત સમિટમાં યુકેએ પાર્ટનર કન્ટ્રી બનવાનો ગુજરાત સરકારનો પ્રસ્તાવ સ્વીકાર્યો ન હતો. જોકે, યુએસએ સતત બીજીવખત પાર્ટનર કન્ટ્રી બનવાથી દૂર રહ્યું છે.

ઓમિક્રોનના ભય વચ્ચે વાઈબ્રન્ટ સમિટ યોજાઇ રહી હોવાથી શરૂઆતના તબક્કે પાર્ટનર કન્ટ્રી બનવા દેશોનું કન્ફર્મેશન મળ્યું ન હતું, પરંતુ હવે ગુજરાત સરકારનો પ્રસ્તાવ સ્વીકારીને 18 દેશોએ પાર્ટનર કન્ટ્રી બનવાની સંમતિ આપી છે. આ દેશો હવે વાઈબ્રન્ટ સમિટની 10મી આવૃત્તિમાં પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા છે.

ગત સમિટમાં 16 દેશો જોડાયા હતા જ્યારે આ વખતે 18 દેશો સમિટના પાર્ટનર બન્યા છે એટલે કે વધુ બે દેશો આ વખતે આ સમિટમાં ભાગ લેશે. જર્મની, ઇટલી, મોઝામ્બિક અને શ્રીલંકા જેવા દેશો પણ આ વખતે જોડાયા છે. ઓમિક્રોન સંક્રમણને કારણે ભારત સરકારે હાઇ રિસ્ક કેટેગરીમાં મૂક્યા છે તેવા દેશોના નામ પણ પાર્ટનર કન્ટ્રીમાં સામેલ છે. વાયબ્રન્ટ સમિટ માટે અત્યારસુધીમાં 7 હજારથી વધુ વ્યક્તિગત રજિસ્ટ્રેશન થયા છે જ્યારે 4884 કંપનીઓનું રજિસ્ટ્રેશન થયું છે.

આ દેશ પાર્ટનર કન્ટ્રી
ઓસ્ટ્રેલિયા, ડેનમાર્ક, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, ઇઝરાયેલ, ઇટલી, જાપાન, દક્ષિણ કોરિયા, લક્ઝમ્બર્ગ, મોઝામ્બિક, નેધરલેન્ડ, નોર્વે, પોલેન્ડ, શ્રીલંકા, સ્વિડન, યુએઇ, યુકે

લખનઉ અને તેલંગણામાં રોડ શો યોજાયો
રાજયના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ તેલંગણાના હૈદરાબાદ અને ઉત્તરપ્રદેશના લખનઉમાં નાણાં મંત્રી કનુ દેસાઇએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ અંતર્ગત રોડ-શો યોજયો હતો. બંન્ને મંત્રીઓએ ઉદ્યોગકારોને ફાર્મા, કાપડ,રિન્યુએબલ એનર્જી, એરોસ્પેસ, હેવી એન્જિનિયરીંગ, ઓટોમોબાઇલ, કાપડ, મરીમસાલા, વસ્ત્રો, હોર્ટિકલ્ચર સહિતના ઉદ્યોગો ગુજરાતમાં સ્થાપવા માટે આમંત્રણ આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...