તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કળિયુગના કપાતર:ગાંધીનગરમાં પહેલી પત્નીનાં બે પુત્રોએ પિતા તેમજ નવી માતાને ઢોરમાર મારી માતાની સાડી ખેંચી

ગાંધીનગર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાડોશીઓ દોડી આવતા બંને પુત્રો નાસી છૂટયા
 • લાચાર પિતાએ સારવાર લીધા બાદ પોલીસના દ્વાર ખખડાવ્યા

ગાંધીનગરના દહેગામ અમરાભાઈના મુવાડા મુકામે ગામડાની જગ્યાએ અમદાવાદમાં શ્રીમંત પ્રસંગ યોજવાની બાબતે બોલાચાલી કરી પહેલી પત્નીના બે પુત્રોએ તેના પિતા તેમજ નવી માતાને ઢોર મારમારી નાસી ગયાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવા પામી હતી. કળિયુગના કપાતર પુત્રોએ પિતાને માર મારીને નવી માતાની સાડી ખેંચી નાખી ઘરની બહાર ઘસડી જવાની કોશિશ કરતા પાડોશીઓ દોડી આવતા બંને પુત્રો નાસી છૂટયા હતા.

ગાંધીનગર જિલ્લાના દહેગામ ગામે અમરાભાઈના મુવાડા મુકામે રહેતા અને છૂટક મજૂરીકામ કરતા રાજેન્દ્ર કાળા ભાઈ સોલંકીએ મીનાબેન સાથે લગ્ન કર્યા હતા. તેમને સંતાનમાં એક દીકરો અને એક દીકરી છે જ્યારે અમદાવાદમાં રહેતા અગાઉની પત્ની ગુણવંતાબેનને 21 વર્ષીય પુત્ર મયુર તેમજ 19 વર્ષીય પુત્ર આર્યન તેમજ એક પુત્રી છે. ગઈકાલે મીનાબેન તેમજ તેમના પતિ રાજેન્દ્ર ભાઈ ઘરે હાજર હતા ત્યારે આશરે સાતેક વાગ્યાના અરસામાં પતિની પહેલી પત્ની ગુણવંતબેનના તલ બે દીકરા મયુર અને આર્યન ઘરે આવી પહોંચ્યા હતા.

આર્યનની પત્ની દેવાંશીના શ્રીમંતનો પ્રસંગ હોવાથી પત્રિકાઓ છપાવીને સગા વ્હાલાઓને આમંત્રણ આપી દેવામાં આવ્યું હતું આ બાબતે પોતાના પુત્રો સાથે પુત્રવધુ દેવાંશીના શ્રીમંત પ્રસંગે રાજેન્દ્ર સોલંકી વાત વાતચીત કરતા હતા તે દરમિયાન બંને પુત્રોએ શ્રીમંત પ્રસંગ અહીં ગામમાં રાખવો નથી અને અમારે આ પ્રસંગ અમદાવાદમાં રાખવાનું કહી એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. જેથી પિતા રાજેન્દ્રે કહ્યું કે બધાને આમંત્રણ આપી દીધા છે મારી આબરુનું શું થશે તેવી વાત કરતા આર્યન અને મયુર તેના પિતા ઉપર તૂટી પડ્યા હતા અને ગડદાપાટુનો ઢોર માર મારવા લાગ્યા હતા આર્યને બાજુમાં પડેલ લાકડી લઈને તેના પિતા રાજેન્દ્રને મારવા લાગતા તેઓએ બૂમાબૂમ કરી મૂકી હતી.

જેમને છોડાવવા માટે મીનાબેન દોડી આવતા આર્યન અને મયુરે તેમને પણ ગાળાગાળી કરીને મીનાબેનની સાડી ખેંચી નાખી હતી અને સાડી ખેંચીને ઘરની બહાર ઢસડી જતા હતા જેના કારણે સાડીનો છેડો મીનાબેનના ગળામાં વીંટળાઇ ગયો હતો જેના કારણે રાજેન્દ્ર અને મીના મીનાબેને બૂમાબૂમ કરી મૂકતા બાજુમાં રહેતા વિક્રમસિંહ તેમજ પંકજભાઈ દોડી આવ્યા હતા. પાડોશીઓ દોડી આવતા આર્યન અને મયુરે આજે તો તમે બચી ગયા છો પણ અમદાવાદ આવશો તો જાનથી મારી નાખીશું એવી ધમકી આપીને નાસી ગયા હતા. બાદમાં મીનાબેન તેમજ રાજેન્દ્રભાઈને 108 મારફતે દેગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં રાજેન્દ્રને સારવાર આપ્યા બાદ રજા આપી દેવામાં આવી હતી જ્યારે મીનાબેનને દાખલ કરવાની ફરજ પડી હતી આ બનાવના પગલે દહેગામ પોલીસે મીનાબેન સોલંકીની ફરિયાદના આધારે આર્યન અને મયુર વિરુદ્ધ આઇપીસી કલમ 323, 506 (2),294(B) ,114 અને જીપીએ કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો