ચોર ઝડપાયા:અડાલજથી ગાડીની ચોરી કરનારા બે ઈસમોને પોલીસે ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડ્યા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ચાલક ગાડીમાં જ ચાવી રાખીને ચા પીવા ગયો હતો જેનો લાભ ઉઠાવી ઈસમો ગાડી ચોરી નાસી છુટયા હતો
  • અડાલજ પોલીસ મથકમાં ગુનો નોંધાતા પોલીસે બેની ધરપકડ કરી

અડાલજના બાલાપીર ચાર રસ્તા પાસે એક ગાડીનો ચાલક ચાવી ગાડી અંદર જ રાખીને ચા પીવા માટે ગયો હતો. ત્યારે તેની બેદરકારીનો લાભ ઉઠાવી ગણતરીની મિનિટોમાં જ પાંચ લાખની ગાડી ચોરીને બે ઈસમો નાસી છુટ્યા હતા. જોકે, અડાલજ પોલીસે ચાર દિવસમાં જ બન્ને ઈસમોને ઝડપી લઈ ગુનાનો ભેદ ઉકેલી કાઢયો છે.

રાજસ્થાન ડુંગરપુરનાં રમેશચંદ્ર પારઘી છેલ્લા એક વર્ષથી ચેતનલાલ પારઘીના ત્યાં ડ્રાઈવર તરીકે નોકરી કરી ગુજરાન ચલાવે છે. સોમવારે સવારે તે ગાડીમાં રાજસ્થાનથી પેસેન્જર ભરીને અડાલજ આવ્યો હતો. ત્યારે બપોરના સમયે બાલાપીર ચાર રસ્તા પાસે ગાડી મૂકીને ચા પીવા માટે ગયો હતો.

આ દરમિયાન ગાડીની ચાવી સાથે લેવાનું ભૂલી ગયો હતો. બાદમાં ત્રીસેક મિનિટ પછી પરત આવ્યો ત્યારે ગાડી જગ્યા પરથી ગાયબ થઈ ગયાનું માલુમ પડયું હતું. જેની આસપાસનાં વિસ્તારમાં તપાસ કરવા છતાં ગાડી મળી આવી ન હતી. જે અંગે તેણે અડાલજ પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો.

અગાઉ પેસેન્જર બેસાડવા બાબતે માથાકૂટ થઇ હોવાથી ગાડીની ચોરી કરીજે અન્વયે અડાલજ પોલીસ મથકના પીઆઈ ડી બી વાળાએ અલગ-અલગ ટીમો બનાવીને બાતમીદારોને સક્રિય કરવામાં આવ્યાં હતા.

જેનાં પગલે ચોરાયેલી ગાડી ઝુંડાલ વિસ્તારમાં હોવાની બાતમી મળતાં ડુંગરપુરનાં છબીલાલ ઉર્ફે સુભાષ ભૂરા રોત અને મહેન્દ્ર વીરેન્દ્રભાઈ ડામોરને ઝડપી લેવામાં આવ્યાં હતા. જેમની પૂછપરછ કરતાં અગાઉ પેસેન્જર બેસાડવા બાબતે રમેશચંદ્ર સાથે માથાકૂટ થઇ હતી અને તેને આર્થિક નુકશાન પહોંચાડવા માટે પાંચ લાખની ગાડી ચોરી હોવાની કબૂલાત કરી હતી. જેનાં પગલે પોલીસે બન્નેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...