રેપિસ્ટ સાયકોના કેસની ટ્રાયલ શરૂ:ગાંધીનગર કોર્ટમાં આજથી ખાત્રજના રેપિસ્ટ સાયકોના કેસની ટ્રાયલ શરૂ થશે

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બુધવારે ચાર્જ ફ્રેમ કરાયો”, જજ એસ.એમ. સોલંકીની કોર્ટમાં આગામી દિવસોમાં કામગીરી ચાલુ થઈ જશે

કલોલ તાલુકાના ખાત્રજ પંથકમા 3 બાળકીને શિકાર બનાવી બળાત્કાર કરવામા આવ્યો હતો. દિવાળી અને બેસતા વર્ષના દિવસે જ વાંસજડાના આરોપી દ્વારા કુકર્મ કરાયુ હતુ. જેને લઇને સમગ્ર જિલ્લામા હાહાકાર મચી ગયો હતો. આરોપીને ઝડપી સજા કરવામા આવે તેવુ લોકો ઇચ્છી રહ્યા હતા. પોલીસે પણ 8 દિવસમા કેસની ચાર્જશીટ તૈયાર કરી નાખી હતી. હવે ગુરૂવારથી જજ સોલંકીની કોર્ટમા કેસની ટ્રાયલ શરૂ કરવામા આવશે.

દિવાળી અને બેસતા વર્ષના દિવસે ખાત્રજ ચોકડી પાસેના છાપરામાંથી 3 વર્ષની બાળકીનુ અપહરણ કરાયુ હતુ. જ્યારે તેનુ મર્ડર કર્યા બાદ મોતને ઘાટ ઉતારી દીધી હતી. જ્યારે રાચરડાની સીમમા 5 વર્ષની બાળકીને કપડાની લાલચ આપી લઇ ગયા બાદ બળાત્કાર કરાયો હતો. તે ઉપરાંત એક મોટી ભોયણની સીમમાથી 10 વર્ષની આરામ કરતી બાળકીને ઉપાડી જઇને બળાત્કાર કર્યો હતો. ત્યારબાદ સમગ્ર જિલ્લામા આરોપીને કડકમા કડક સજા કરવાનો અવાજ બુલંદ થયો હતો.

જિલ્લા પોલીસ દ્વારા આરોપીને જેલમાં ધકેલી દેવામા આવે તે માટે 8 દિવસમાં ચાર્જશીટ તૈયાર કરીને કોર્ટમાં જમા કરાવાઇ હતી. ત્યારે બુધવારે કોર્ટમાં ચાર્જ ફ્રેમ કરી દેવાઇ હતી. સમાજમા એક દાખલો બેસાડવા સરકાર પક્ષે કોર્ટમાં આ કેસની ઝડપી કાર્યવાહી કરવાઅરજી અપાઈ હતી, જેને માન્ય રખાતા આરોપીને આજે કોર્ટમા રજૂ કરીને કોર્ટે કસ્ટડીમા લીધો હતો. ગુરૂવારે કોર્ટમા તમામ પંચોને તપાસવામા આવશે. જ્યારે સ્પેશ્યલ પોક્સો કોર્ટના જજ એસ.એમ. સોલંકીની કોર્ટમાં કેસને સવારથી જ ચલાવવામા આવશે. કેસનો ઉકેલ નહિ આવે ત્યા સુધી દરરોજ સુનાવણી હાથ ધરાશે.

અન્ય સમાચારો પણ છે...