તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બાળક શોધવા 48 કલાકમાં બાઇકના 400 નંબર બનાવ્યા બાદ પગેરું મળ્યું

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફોટામાં ડાબીબાજુથી પ્રથમ હરદેવસિંહ, બીજા નંબરે કેવલસિંહ, ત્રીજા સજ્જાદહુસૈન, ચોથા સુરેન્દ્રસિંહ અને પાંચમાં નરેશકુમાર નજરે પડે છે. - Divya Bhaskar
ફોટામાં ડાબીબાજુથી પ્રથમ હરદેવસિંહ, બીજા નંબરે કેવલસિંહ, ત્રીજા સજ્જાદહુસૈન, ચોથા સુરેન્દ્રસિંહ અને પાંચમાં નરેશકુમાર નજરે પડે છે.
  • અડાલજમાંથી શ્રમજીવી બાળકનું 5 જૂને અપહરણ થયું હતુ
  • રાજસ્થાનમાં માત્ર દોઢ મિનિટમાં પોલીસે ખેલ ના પાડ્યો હોત તો હુમલો પણ થવાની શક્યતા હતી

અડાલજમાંથી શ્રમજીવી બાળકનું ગત 5 જૂનના રોજ અપહરણ થયુ હતુ. 2 મહિનાના ટૂંકા સમયમાં બાળકનું બીજીવાર અપહરણ થતા પોલીસ માટે કોયડો બની ગયો હતો. આ ઘટના બાબતે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા ગંભીર થયા હતા. જિલ્લાની એલસીબી, એસઓજી અને અડાલજની ટીમને કમરે પટા બાંધીને કામે લાગી જવા આદેશ કરતાની સાથે બાળક શોધવા લાગી ગયા હતા. એલસીબી-2ના પીઆઇ એચ.પી. ઝાલાની આગેવાનીમાં કામગીરી હાથ ધરાઈ હતી. ખૂદ પીઆઇ ઝાલાએ 48 કલાકમાં બાઇકનો નંબર શોધવા અલગ અલગ 400 નંબર બનાવ્યા હતા, બાદમાં સાચો નંબર હાથ લાગ્યો હતો.

જ્યારે બાળક ઘરમાં જ છે, તેની માહિતી મળ્યા બાદ માત્ર દોઢ મીનીટમાં પોલીસે ખેલ પાડી દીધો હતો. જો તે સમયસર ગામમાંથી બહાર ના નિકળ્યા હોત તો તેમની ઉપર હુમલો થવાની પણ શક્યતા જોવા મળી હતી. બીજી તરફ બાળક શોધવા પોલીસ સવારે 9 વાગ્યાથી બીજા દિવસ પરોઢના 3 વાગ્યા સુધી વેફર્સ ખાઇને દિવસ અને રાત કાઢી હતી. આરોપી સીસીટીવીથી બચવા સેક્ટરના અંદરના રસ્તે પ્રવેશ કર્યો હતો, છતા બચી શક્યો ન હતો. આવો સાંભળીએ જીવના જોખમે સાચી જનેતાને બાળક પરત લાવી આપનાર સાચા હિરોની જુબાની.

અપહરણ કરાયું હતું તે બાળક
અપહરણ કરાયું હતું તે બાળક

આરોપી પકડ્યા બાદ બાળક રડતા દૂધ, ડાયપરની ખરીદી કરી : ASI હરદેવસિંહ
યુવકે બીજા લગ્ન કર્યા બાદ તેની પત્નિને બાળક નહિ થવાના કારણે અડાલજના બાળક દિપકનુ અપહરણ કરાયુ હતુ. અપહરણકર્તાને પકડી લેનાર ટીમના એએસઆઇ હરદેવસિંહે કહ્યુ હતુ કે, અમે આરોપીના ગામ તોરણામાં ગયા બાદ આરોપી મહિના સુધનાને બાળક સહિત ઉઠાવી દીધી હતી. ત્યારબાદ રાજ્યની બોર્ડરમાં પ્રવેશતા બાળક રડવા લાગતા તેના માટે અમે દૂધ ખરીદીને ગરમ કરાવ્યુ હતુ. બાદમાં ડાયપર, નવા કપડા અને બાળકને સુવાડવા માટેની ગોદડી ખરીદી હતી.

એક દિવસમાં સતત 16 કલાક સુધી વેફર્સ ખાઇ અડાલજના બાળકને શોધી લાવનાર સાચા હિરોની કહાની તેમની જુબાની
બાલાપીર ચોકડી પર પાર્લરના CCTVમાં બાઇક દેખાતા કડી મળી : કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ
આરોપી એક બાંધકામ સાઇટના સીસીટીવીમાં જોવા મળ્યો હતો, ત્યારબાદ ચોકડી ઉપર આવતા એક પાર્લરમાં લગાવેલા સીસીટીવીમાં જોવા મળ્યો હતો. પરંતુ તેની પાસે રેકોડીંગ જોવાની વ્યવસ્થા ન હતી. બાદમા ટીવી લગાવ્યા બાદ તેમા સમય ચોક્કસ બતાવતો ન હતો. અથાગ પ્રયાસ બાદ સીસીટીવી જોવા મળ્યુ જેમા અમને બાઇક જોવા મળતા કેસનો ઉકેલ આવવાની આશા બંધાઇ હતી. તે કડી અમને આરોપી સુધી લઇ ગઇ હતી.

રાજસ્થાનમાં પ્રવેશ્યા બાદ 50 કીમીએ પણ CCTV ન હતા : કોન્સ્ટેબલ સજ્જાદહુસૈન
રાજ્યના ગાધીનગરમાં સીસીટીવી મોટા પ્રમાણમાં છે. તેમાંથી જ આરોપી સુધી પહોંચવા મળ્યુ હતુ, પરંતુ દહેગામ બાદના ગામડામાં લોકો અમને સહયોગ પણ આપતા ન હતા. કોઇના ઘરે જતા હતા તો બહાના બતાવતા હતા, તો કેટલાક નાસ્તો પણ કરાવતા હતો. સૌથી વધુ મુશ્કેલી અમને રાજસ્થાનમાં પ્રવેશ કર્યા બાદ પડી હતી. અમે 50 કીમી સુધી પહોંચતા હતા તો પણ સીસીટીવી જોવા મળતા ન હતા. પરંતુ ત્યા ગયા બાદ એક વધુ કડી મળતા અમે આરોપીને પકડવામાં સફળ રહ્યા હતા.

ગામના સરપંચે કહ્યુ કેમ આવ્યા છો ? ગામ છોડી દો : ASI કેવલસિંહ
એએસઆઇ કેવલસિંહે કહ્યુ હતુ કે, અમારે ઓપરેશન પાર પાડવાનુ હતુ, જો ગામના કોઇ વ્યક્તિને તેની ગંધ આવી જાય તો ઓપરેશન નિષ્ફળ પણ થઇ શકતુ હતુ. ત્યારે અમારા પીઆઇ ઝાલા સાહેબની સૂચના મુજબ ગામમા ગામમા પહોંચ્યા હતા. જ્યાં અમારી ટીમ પહોંચતા ગામના સરપંચે અમારી પાસે આવીને કહ્યુ હતુ કે, તમે કેમ અહિ આવ્યા છો ? ગામ છોડી દો નહિ તો મજા નહિ આવે. તેમ છતા અમે બાળકને હેમખેમ પરત લાવવા માંગતા હતા.

પોલીસ ગામને કોર્ડન કરે પહેલા ગામે પોલીસને ઘેરી લીધી : કોન્સ્ટેબલ નરેશકુમાર
આરોપી દિનેશ કટારા અને તેની પત્નિ સુધના કટારા રાજસ્થાનના બાસવાડાના ભીમપુર તાલુકાના તોરણા ગામમા પહોંચી ગયા હતા. પોલીસ ચોથા દિવસે તેમના સુધી પહોંચવામા સફળ રહી હતી. ત્યારબાદ મોડી રાત્રે પોલીસે છુપી રીતે રેકી કરી લીધી હતી. બાદમાં વહેલી સવારે અમે ગામમા ગયા તે દરમિયાન અમારી ટીમો તોરણા ગામમા પહોંચી તો અમે ગામનો કોર્ડન કરવાનુ વિચારતા હતા, પરંતુ અમે ગામને કોર્ડન કરીએ તે પહેલા ગામે અમને કોર્ડન કરતા અમે પણ ડરી ગયા હતાૉ

બાળકને શોધવા બંને વખત લીધેલી રજા PSIએ રદ કરી

પહેલીવાર અપહરણ થયા બાદ સામાજિક કારણોસર પીએસઆઇ આર.બી.પરમાર પોતાની નૈતિક ફરજ સમજીને બાળકે શોધવા કામે લાગી ગયા હતા. તેમણે પોતાનુ કામ પડતુ મુક્યુ હતુ. જ્યારે બાળકને મહત્વ આપતા રજાઓ રદ કરી નાખી હતી.

અન્ય સમાચારો પણ છે...