ખાનગી વોટર સપ્લાયના ફેરા મારતા ડ્રાઇવરને અન્ય વ્યક્તિનુ ડીઝલ તેના ટ્રેક્ટરમા નાખવાની વાતે લઇને ટ્રેક્ટર ચાલકને માર મારવામા આવ્યો હતો. સળિયાથી માર મારવામા આવતા ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમા સારવાર માટે લઇ જવામા આવ્યો હતો. ત્યારે ટ્રેક્ટર ચાલકે મારામારી કરનાર શખ્સ સામે સેક્ટર 7 પોલીસ મથકમા ફરિયાદ કરાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
દશરથ ભૂપત ઠાકોર (રહે, સેક્ટર 11)એ ફરિયાદ નોંધાવી હતી કે, હુ વાવોલમા આવેલા ખાનગી વોટર સપ્લાયર્સમા ડ્રાઇવર તરીકે નોકરી કરુ છુ. ત્યારે સવારે સાત વાગ્યાના અરસામા પાણીના ફેરા મારવા માટે નોકરી ઉપર ગયો હતો. જ્યારે સાડા અગિયાર વાગ્યાના અરસામા મારા મિત્ર રાહુલ પટેલ સાથે ડીઝલ લેવા બાબતે વાતચીત કરી રહ્યો હતો. તે સમયે અન્ય ડ્રાઇવર જગદીશ રાવળ (રહે, વાવોલ) બીજાનુ ડીઝલ ડબલામા ભરીને લઇને આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, તમારા ટ્રેક્ટરમા નાખી દો. જેને લઇને મે બીજાનુ ડીઝલ મારા ટ્રેક્ટરમા નાખવાની ના પાડતા ઉશ્કેરાઇ ગયો હતો.
ગાળાગાળી કરવા લાગ્યો હતો. ત્યારે ગાળો બોલવાની ના પાડતા બાજુમા પડેલા સળિયો ડાબા પગ ઉપર ફટકારી દીધો હતો. જેમા લજાઓ થતા ગાંધીનગર સિવિલમાં લઇ જવામા આવ્યો હતો. ત્યારબાદ સેક્ટર 7 પોલીસ મથકમા જગદીશ રાવળ સામે ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.