તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબુ:જિલ્લાના 4 દર્દીનાં મોતથી મૃત્યુનો કુલ આંક 500એ પહોંચ્યો, દિવાળી પછી માત્ર 26 દિવસમાં જ કુલ 178 દર્દીએ દમ તોડ્યો

ગાંધીનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાની ઝપટમાં વધુ 53 વ્યક્તિ , નવા 64 દર્દીએે કોરોનાને હરાવતાં 5439 વ્યક્તિ કોરોનામુક્ત થઈ

જિલ્લાના વધુ 53 લોકો કોરોનાથી સંક્રમિત થતાં પોઝિટિવનો આંકડો 6413એ પહોંચ્યો છે. જ્યારે જિલ્લાના 4 દર્દીઓના મોતથી કુલ આંકડો 500એ પહોંચ્યો છે. આથી પોઝિટિવ કેસની સરખામણીએ મોતનો રેસિયો 7.68 ટકા જેટલો રહ્યો છે. જોકે ગત તારીખ 10મી, નવેમ્બર-2020 સુધીમાં જિલ્લામાં કોરોનાથી મોતનો આંકડો 322 જ હતો. પરંતુ દિવાળી પછી કોરોનાનું સંક્રમણ વધતા માત્ર 26 દિવસમાં કુલ 178 દર્દીઓએ દમ તોડ્યો હતો. આથી પ્રતિદિન સરેરાશ 6થી 7 દર્દીઓના મોત નિપજતા હતા. મોત અને પોઝિટિવ કેસના વધતા જતો આંકડો માનવીને રેડ સિગ્નલ બતાવી રહ્યો છે.

હજુ પણ માસ્ક પહેરો, સામાજિક અંતર જાળવો, વારંવાર સેનેટાઇજર કે સાબુથી હાથ સાફ કરો. ઉપરાંત બિનજરૂરી બહાર જવાનું ટાળો અને ઘરે રહીને પરિવારને પણ સલામત રાખવાનો સંદેશો કુલ મોતનો આંકડો આપી રહ્યો છે. ઉપરાંત માથાનો દુ:ખાવો, ડાયેરીયા સહિતના લક્ષણોની સાથે સાથે તાવ, શરદી કે ખાંસીની બિમારી હોય તો તાકિદે કોવિડનો ટેસ્ટ કરાવવો હિતાવહ રહેશે. છેલ્લા 24 કલાકમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન જિલ્લાના 4 દર્દીઓમાંથી બોરીજના 66 વર્ષીય વૃદ્ધ, પરબતપુરાની 73 વર્ષીય મહિલા, સાલકીના 64 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-17ના 68 વર્ષીય વૃદ્ધ છે.

જ્યારે અન્ય જિલ્લામાંથી અમદાવાદના 62 વર્ષીય વૃદ્ધ, 67 વર્ષીય મહિલા અને મહેસાણાના 65 વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. હોસ્પિટલમાંથી વધુ 64 દર્દીઓ સાજા થતાં કોરોનાને 5439 વ્યક્તિઓ હરાવવામાં સફળ રહ્યા છે. જિલ્લાના મનપા વિસ્તારમાંથી 24, ગાંધીનગર તાલુકામાંથી 11, કલોલ અને દહેગામમાંથી 7-7 અને માણસામાં 4 નવા કેસ નોંધાયા છે.

મનપા વિસ્તારના સેક્ટર-22 અને 2માંથી વધુ 4-4 સાથે કુલ 24 કેસ
મનપા વિસ્તારમાંથી નવા 24 કેસ નોંધાયા છે. તેમાં સેક્ટર-22માંથી 42 વર્ષીય વેપારી, 92 વર્ષીય વૃદ્ધા, 55 વર્ષીય મહિલા, 47 વર્ષીય અધિકારી, સેક્ટર-2માંથી 68 વર્ષીય વૃદ્ધ, 80 વર્ષીય મહિલા, 62 વર્ષીય અને 63 વર્ષીય વૃદ્ધો, સેક્ટર-5માંથી 49 વર્ષીય તથા 35 વર્ષીય ગૃહિણીઓ, 41 વર્ષીય મેનેજર, સેક્ટર-3માંથી 37 વર્ષીય વેપારી, 61 વર્ષીય ગૃહિણી, 60 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-4માંથી 64 વર્ષીય એન્જિનીયર, 54 વર્ષીય ગૃહિણી, જીઇબીમાંથી 39 વર્ષીય ગૃહિણી, 64 વર્ષીય વૃદ્ધ, સેક્ટર-26માંથી 44 વર્ષીય શિક્ષક, 44 વર્ષીય યુવાન, સેક્ટર-28ની 55 વર્ષીય સેવક, સેક્ટર-1નો 40 વર્ષીય સિક્યુરીટી હેડ અને સેક્ટર-30ની 38 વર્ષીય ગૃહિણી સંક્રમિત થઇ છે. કોરોનાગ્રસ્ત દર્દીઓના સંપર્કવાળા 80 લોકોને કોરન્ટાઇન કરવામાં આવ્યા છે.

કલોલ અને દહેગામ તાલુકામાંથી વધુ 7-7 કેસ
દહેગામ તાલુકાના નવા 7 કેસમાં નગરપાલિકા વિસ્તારમાંથી 53 વર્ષીય ખેડુત, 28 વર્ષીય યુવાન, લિહોડાનો 36 વર્ષીય યુવાન, પીંપલજના 60 વર્ષીય વૃદ્ધ, પાટનાકુવાનો 39 વર્ષીય યુવાન, ખાનપુરના 73 વર્ષીય ખેડુત, નાંંદોલની 60 વર્ષીય ગૃહિણી સંક્રમિત થઇ છે. જ્યારે કલોલ તાલુકાના નવા 7 કેસમાં નગરપાલિકા વિસ્તારમાંથી 46 વર્ષીય યુવાન અને 62 વર્ષીય ગૃહિણી, શેરીસાના 57 વર્ષીય આધેડ, વેડાના 56 વર્ષીય આધેડ, ઇસંડનો 29 વર્ષીય યુવાન, બાલવાનો 32 વર્ષીય યુવાન અને લિંબોદરાની 35 વર્ષીય ગૃહિણી કોરોના થયો છે.

ગાંધીનગર તાલુકાના 11 અને માણસામાં 4 નવા કેસ
ગાંધીનગર તાલુકાના કોલવડામાંથી 19 વર્ષીય વિદ્યાર્થી, 31 વર્ષીય યુવાન, રૂપાલમાંથી 39 વર્ષીય યુવાન, 35 વર્ષીય વેપારી, સરઢવની 65 વર્ષીય ગૃહિણી, કુડાસણનો 39 વર્ષીય યુવાન, રાંદેસણના 57 વર્ષીય આધેડ, સુઘડની 67 વર્ષીય ગૃહિણી, આલમપુરના 67 વર્ષીય વૃદ્ધ, પેથાપુરનો 23 વર્ષીય યુવાન, સરગાસણના 57 વર્ષીય આધેડ સંક્રમિત થયા છે. જ્યારે માણસા તાલુકાના નવા 4 કેસમાં બાપુપુરાની 45 વર્ષીય ગૃહિણી, બિલોદરાના 50 વર્ષીય ખેડુત, ખડાતના 75 વર્ષીય વૃદ્ધ, નગરપાલિકા વિસ્તારના 55 વર્ષીય ખેડુત કોરોનાગ્રસ્ત થયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો