તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોરીનો ભેદ ઉકેલાયો:ઓક્સિજનનાં સિલિન્ડર સમજીને વેલ્ડિંગનાં ગેસ સિલિન્ડર ચોરી લીધા હોવાનો ચોરે ઘટસ્ફોટ કર્યો

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગરના સેક્ટર 28 માંથી ગેસના બાટલા ચોરી પ્રકરણમાં યુવાન ઝડપાયો

ગાંધીનગરના સેક્ટર 28 માંથી ગેસના બાટલા ચોરી પ્રકરણમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગુનાનો ભેદ ઉકેલી સેક્ટર 24ના યુવાનની ધરપકડ કરી લેવામાં આવી છે. ત્યારે યુવાને ઓક્સિજન સિલિન્ડરના બાટલા સમજીને વેલ્ડિંગ કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતા કાર્બન ડાયોક્સાઈડ તેમજ અન્ય ગેસના બાટલા ચોરી લીધા હોવાનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે.

ચોરની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો

ગાંધીનગરના રાંધેજાની સિદ્ધાર્થ હોમ્સ સોસાયટીમાં રહેતા જીગર પંડ્યા એ પોતાની સેક્ટર 28 જીઆઇડીસીમાં રાજ એમોનિયા કંપની આગળથી ગત 29મી એપ્રિલથી છઠ્ઠી મે દરમિયાન ત્રણ ગેસના સિલિન્ડર ચોરીની ફરિયાદ નોંધાવી હતી. જેનાં પગલે ક્રાઇમ બ્રાંચ દ્વારા ગુનાની તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ધીરેન્દ્ર સિંહની બાતમીનાં આધારે સેકટર 24 શ્રીનગર સોસાયટીમાં રહેતા 24 વર્ષીય અજય સિંહ બાબુ સિંહ ગોહિલની ધરપકડ કરી ગુનાનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો હતો.

એક મિત્રને ઓક્સિજન સિલિન્ડરની જરૂરિયાત હોવાથી ચોરી કરી

આ અંગે ક્રાઇમ બ્રાંચના ઇન્સ્પેકટર જય વાઘેલાએ જણાવ્યું હતું કે, કોરોના મહામારી વચ્ચે ઓક્સિજનનાં સિલિન્ડરની ડિમાન્ડ વધુ હોવાથી પૈસા કમાવાની લાલચમાં તેણે સિલિન્ડર ચોરી કરવાનું મન બનાવી લીધું હતું. બાદમાં તેના એક મિત્રને ઓક્સિજન સિલિન્ડરની જરૂરિયાત હોવાથી સીએનજી રીક્ષામાં ઉપરોક્ત સ્થળેથી ત્રણ સિલિન્ડર ચોરી લીધા હતા. અને તેને 18 હજારમાં વેચી પણ નાખ્યા હતા. ત્યારબાદ આ સિલિન્ડર ગેસ વેલ્ડિંગમાં વપરાતા હોવાનું માલુમ પડયું હતું. જેના પગલે અજયસિંહ બાબુસિંહ ગોહિલની ધરપકડ કરી વધુ તપાસ સેકટર 21 પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...