કાર્યવાહી:અલુઆ હિલ્સમાં ચોરી કર્યા બાદ ચોર પ્રેમિકાને મળવા ભૂતાન બોર્ડર પહોંચ્યો

ગાંધીનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
અલુવા હિલ્સમાં ચોરી કરનાર તસ્કરોને એલસીબીએ ઝડપી લીધા હતા - Divya Bhaskar
અલુવા હિલ્સમાં ચોરી કરનાર તસ્કરોને એલસીબીએ ઝડપી લીધા હતા
  • દિલ્હીની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યાં, ભૂતાન બોર્ડર પાસે રહેતી યુવતી સાથે પ્રેમ થતા ચોરીના રવાડે ચડ્યો

પીંડારડાની સીમમા અને સાબરમતી નદીના કિનારે આવેલા અલુઆ હિલ્સમાં અનેક વીવીઆઇપીના બંગલા આવેલા છે. ત્યારે તેવી જગ્યાએ તસ્કરોએ ખાતર પાડ્યુ હતુ. એક પખવાડિયા પહેલા ચોરી કરનાર મુખ્ય આરોપી ઘટનાને અંજામ આપ્યા બાદ અરૂણાચલ પ્રદેશમા ભૂતાનની બોર્ડર નજીક રહેતી પ્રેમિકાને મળતા પહોંચી ગયો હતો. જ્યાથી પરત આવતા ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ 1ની ટીમ દ્વારા 3 આરોપીઓને 2.61 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.

મળતી માહિતી મુજબ પીંડારડામા આવેલા અલુઆ હિલ્સમાં આવેલા બંગલામાં કડક પહેરો હોય છે તેમ છતા ચોર દ્વારા એક નહિ પરંતુ 3 મકાનમાં ખાતર પડાયુ હતુ. જેમા એલસીડી ટીવી સહિતના સામાનની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. આ બનાવની ફરિયાદ કલોલ તાલુકા પોલીસ મથકમા નોંધાવતા પોલીસ દોડતી થઇ ગઇ હતી.એલસીબી પીઆઇ એચ.પી.ઝાલાની સૂચના મુજબ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામા આવી હતી.

જેમા પીએસઆઇ એ.જી.એનુરકર, કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ફુલુભા, ધીરેન્દ્રસિંહને બાતમી મળી હતી કે, તાજેતરમા અલુઆ હિલ્સમાં ચોરી કરનાર આરોપી પીંડારડા આવ્યો છે જેને લઇને ટીમ ગામમા પહોંચી હતી. જ્યાંથી મુખ્ય સૂત્રધાર વિનોદ ઉર્ફે ઉદો ભવાનજી ઠાકોર, વિનોદ જોઇતારામ રાવળ (બંને રહે, પીંડારડા ) મિતેષ રામુભાઇ દંતાણી (રહે, નાગોરીવાસ, શાહપુર, અમદાવાદ)ને ઝડપી લીધા હતા. જેમની પાસેથી ચાર એલસીડી મળી આવ્યા હતા.

પોલીસે આરોપીઓની પૂછતાછ કરતા જાણવા મળ્યુ કે, વિનોદ ઠાકોરે એક વર્ષમાં તેના સાગરીત વિનોદ ગોવિંદ રાવળ, હિતેષ પરબત મકવાણા અને અજયસિંહ વિરુસિંહ મકવાણા (રહે, પ્રાંતિયાવાસ, સોનાસણ) સાથે મળીને રાત્રિના સમય દરમિયાન હિલ્સમાં આવેલા મકાનોમા ચોરી કરી હતી તેમજ અરૂણાચલ પ્રદેશમા ભૂતાન બોર્ડર નજીક રહેતી તેની પ્રેમિકાને મળતા જવાનુ હોવાથી એડવાન્સમા તેના સાગરીત મિતેષ દંતાણીને સસ્તામાં માલ આપવાનુ કહીને તેની પાસેથી 50 હજાર લીધા હતા. પોલીસે 3 આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.

અરૂણાચલ પ્રદેશની બોર્ડર પાસે 10 દિવસ રહ્યો: મુખ્ય સુત્રધાર વિનોદ ઉર્ફે ઉદો ઠાકોરને ફેસબુક ઉપર અરૂણાચલ પ્રદેશમા ભૂતાનની બોર્ડર નજીક રહેતી યુવતી સાથે સંપર્ક થયા બાદ પ્રેમ પાંગર્યો હતો. જને લઇને ચોરી બાદ પ્રેમિકાને મળવા જતા તેની સાથે 10 દિવસ રહ્યો હતો.દિલ્લીમા રહેતી યુવતિ સાથે પ્રેમ થયા બાદ તેની સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ પણ ભૂતાન બોર્ડર પાસે રહેતી યુવતિને સાથે પ્રેમ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...