તસ્કરી:આંદામાન ફરવા ગયેલા પરિવારના ઘરે ચોરી થઈ, વિવિધ દેશના ચલણ સહિત રૂ. 1.80 લાખની મતાની ચોરી કરી તસ્કરો ફરાર

ગાંધીનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

અમિયાપુરમાં રહેતા ફેશન ડિઝાઇનરનો પરિવાર દિવાળીમાં પરિવાર સાથે આંદમાન-નિકોબાર ફરવા માટે ગયો હતો. તે સમયે તેમના ઘરમાંથી તસ્કરો દાગીના સહિત 1.80 લાખની મત્તાની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. સાથે જ અનેક દેશની ચલણી નોટની ચોરી કરી ગયા હતા. રાજેશ સુરેન્દ્રભાઇ ગુપ્તા (રહે, નેમેશ્વર સોસાયટી, અમિયાપુર, ગાંધીનગર) પોતાના ઘરમા જ જીન્સ પેન્ટની ડીઝાઇન બનાવવાનો વેપાર ધંધો કરી રહ્યા છે. ત્યારે ફેશન ડીઝાઇનરનો પરિવાર ગત 1લી નવેમ્બરના રોજ અમિયાપુરમા આવેલુ મકાન બંધ કરીને આંદામાન નિકોબાર પરિવાર સાથે દિવાળીની રજાઓમા ફરવા ગયો હતો.

જ્યારે ગઇકાલ 14મી નવેમ્બરના રોજ સાંજના સમયે પરત ફર્યો હતો. મકાનનો દરવાજો ખુલ્લો અને તૂટેલી હાલતમાં હોવા સાથે બેડરૂમમાં વસ્તુઓ વેરણ છેરણ પડી હતી. તિજોરીને ડબલ પલંગ ઉપર નાખી દેવામા આવી હતી. જ્યારે લોખંડની તિજોરીમા મુકવામા આવેલા દાગીનામા સોનાનુ મંગળસૂત્ર, સોનાની ચેઇન, સોનાની બંગડી, સોનાની વીંટી, સોનાની બુટ્ટી તમામની કિંમત 1.80 લાખ અને તિજોરીમા રાખવામા આવેલા જુદાજુદા દેશની ચલણી નોટોની ચોરી કરી તસ્કરો પલાયન થઇ ગયા હતા. આ બનાવની ફરિયાદ અડાલજ પોલીસ મથકમા કરવામા આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...