તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુદતમાં વધારો:STના અધિકારી, કર્મીઓની CCCની મુદત 31મી સુધી લંબાવવામાં આવી

ગાંધીનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાને ધ્યાનમાં રાખી મુદત વધારવા નિર્ણય લેવાયો

એસ ટી નિગમમાં અલગ અલગ કેડરમાં ફિક્સ પગારી નિમણુંક પામેલા કર્મચારીઓને બે વર્ષમાં સીસીસી પરીક્ષા પાસ કરવાની શરતે બઢતી આપી હતી. પરંતુ વર્તમાન કોરોનાની મહામારીને પગલે સીસીસી પરીક્ષા પાસ કરી શક્યા નહી હોવાથી તેની મુદત તારીખ 31મી, ડિસેમ્બર-2021 સુધીમાં વધારી છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહારના રાજ્યભરના ડેપોમાં તેમજ વહિવટી સહિતની કેડરોમાં ફિક્સ પગારી કર્મચારીઓ અને અધિકારીઓની નિમણુંક કરી છે.

આ તમામ ફિક્સ પગારી અધિકારીઓ અને કર્મચારીઓને તારીખ 31મી, જુલાઇ-2017 સુધીમાં નિયમીત પગારધોરણના આધારે વેતન ચુકવવામાં આવે છે. આવા અધિકારીઓ અને કર્મચારીઓને બે વર્ષની સમયમર્યાદામાં એટલે કે તારીખ 9મી, સપ્ટેમ્બર-2019થી એક વર્ષ સુધીમાં એટલે કે તારીખ 8મી, સપ્ટેમ્બર-2020 સુધીમાં સીસીસીની પરીક્ષા પાસ કરવાની રહેશે. જો નિયત સમયમર્યાદામાં સીસીસી પરીક્ષા પાસ નહી કરનાર અધિકારી અને કર્મચારીઓને નિગમની નોકરીમાંથી છુટા કરવાનો આદેશ નિગમે કર્યો હતો. પરંતુ વર્તમાનમાં માન્ય યુનિવર્સિટીઓ કે સંસ્થાઓ બંધ રાખાઈ છે. આથી સીસીસી પરીક્ષા પાસ કરીને પ્રમાણપત્ર રજુ કરવાની મુદત તારીખ 31મી, ડિસેમ્બર-2021 સુધી લંબાવવામાં આવી છે.

જોકે તેમાં કરાયેલા ઉલ્લેખ મુજબ કાબુ બહારની પરિસ્થિતિ સિવાયના સામાન્ય સંજોગોમાં ઉપરોક્ત મુદતમાં સીસીસી પરીક્ષા પાસ કરવાનું જણાવ્યું છે. ઉપરાંત તારીખ 1લી, જાન્યુુઆરી-2020 અને ત્યારબાદ નિયમીત નિમણુંક પર મુકવામાં આવેલા કે આવનાર અધિકારીઓ કે કર્મચારીઓએ પુરા પગારની નિમણુંક તારીખથી બે વર્ષની સમયમર્યાદામાં સીસીસી પ્લસ કે સીસીસી પરીક્ષા પાસનું પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે તેવો આદેશ નિગમે કર્યો હોવાનું નિગમના કર્મચારીઓએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો