ભાજપના નેતાઓ બગડ્યા:આપની ત્રુટીઓ શોધવા જનારા પૂર્વ મંત્રી સહિતની ટીમને ઠપકો, વાત લીક થઈ જતા વાત વણસી

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એક નેતાને પાણીચું આપવા સુધી વાત પહોંચી

આમ આદમી પાર્ટી દિલ્હી મોડલથી પ્રચાર કરે છે ત્યારે દિલ્હીમાં શિક્ષણની સ્થિતિની ચકાસણી કરવા માટે ભાજપના બે પૂર્વ શિક્ષણ મંત્રીઓ સહિતની ટીમ પહોંચી હતી. આ ટીમે ડેલીએ હાથ દઇને પાછી ફરતા દેશ અને્ પ્રદેશના નેતાઓએ ટીમના સભ્યોને ઠપકો આપ્યો હતો. દિલ્હી ટુરને અગાઉથી જ જાહેર કરી દેનાર એક નેતાને તો પાણીચું આપવા સુધી વાત પહોંચી ગઇ હતી.

પ્રદેશ ભાજપની 17 વ્યકિતની આ ટીમને કારણે ભાજપને આમ આદમી પાર્ટી સામે ફટકો પડયો અને આપ પાર્ટીને વધુ એક મુદ્દો મળ્યો એટલે ટોચના નેતાઓએ આ ઘટનાની નિષ્ફળાની ગંભીર નોંધ લીધી હતી. આપ નેતા અને દિલ્હીના શિક્ષણ મંત્રી મનિષ સિસોદીયા ગુજરાતમાં શિક્ષણની સ્થિતિને જાણવા ગુજરાત આવ્યા હતા. ભાવનગરમાં તેમણે એક શાળાની માળખાકીય સુવિધા સહિતની ત્રુટીઓ જાહેર કરી હતી.

આ પછી દિલ્હીની શિક્ષણ વ્યવસ્થાની ત્રુટીઓ જાહેર કરવા ગુજરાત પ્રદેશ ભાજપની 17 વ્યકિતની ટીમ દિલ્હી ગઇ હતી. આ ટીમમાં બે પૂર્વ શિક્ષણ મંત્રીઓ રમણલાલ વોરા,વિભાવરી દવે તેમજ યજ્ઞેશ દવે સહિતના નેતાઓ હતા. આ ટીમ દિલ્હી પહોંચે તેના અગાઉથી જાહેરાત કરવાની બાબતને લઇને ભાજપના ટોચના નેતાઓ બગડયા હતા. તેમણે આ ટીમના સભ્યોને ઠપકો આપ્યો હોવાનું સુત્રોનું કહેવું છે.

અન્ય સમાચારો પણ છે...