તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માંગણી:પ્રાથમિક શિક્ષકોની જિલ્લા ફેર બદલીઓ 100 ટકા કરવા શિક્ષકસંઘે માંગ કરી

ગાંધીનગર4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • છેલ્લા 2 વર્ષથી જિલ્લા ફેર બદલી કેમ્પો નહીં થતાં શિક્ષકો વધ કે ઘટમાં છે

છેલ્લા 2 વર્ષથી જિલ્લાફેર બદલી કેમ્પ યોજવામાં નહી આવતા રાજ્યના ઘણાં જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં શિક્ષકોની વધ અને ઘટ છે. ઉપરાંત હાલમાં લોઅર પ્રાયમરીમાં ભરતી કરાતી નથી. આથી જે જિલ્લામાં કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓમાં જ્યાં જગ્યાઓ ખાલી હોય ત્યાં જિલ્લાફેર બદલીથી ભરવા ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે માંગણી કરી છે.રાજ્ય સરકારની મંજૂરીથી શિક્ષણ વિભાગે રાજ્યના તમામ જિલ્લાઓમાં વધ ઘટના બદલી કેમ્પો યોજવામાં આવ્યા છે. ઉપરાંત અમુક જિલ્લાઓમાં હજુ કેમ્પ ચાલી રહ્યા છે.

વધ-ઘટના બદલી કેમ્પ બાદ આંતરિક બદલીઓ અને જિલ્લાફેર બદલીઓના કેમ્પ યોજવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે, જે તે વર્ષે જિલ્લા કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તની શાળાઓમાં ખાલી પડેલી 40 ટકા જગ્યાઓ જિલ્લાફેર બદલીથી ભરવામાં આવતી હતી. આ કામગીરી શિક્ષણ વિભાગે તારીખ 23મી, મે-2012ના બદલીના ઠરાવના આધારે કરી હતી. પરંતુ છેલ્લા 2 વર્ષથી જિલ્લાફેર બદલી કેમ્પો કરવામાં નહી આવતા રાજ્યના ઘણાં જિલ્લાઓમાં મોટા પ્રમાણમાં શિક્ષકોની વધ-ઘટની સ્થિતિ ઉભી થઇ છે. જોકે હાલમાં શાળામાં વિદ્યાર્થીઓ આવતા નહીં હોવાથી શિક્ષકોની ઘટની ખબર પડતી નથી. પરંતુ જ્યારે શાળાઓ ખુલશે ત્યારે તેની અસર બાળકોના શૈક્ષણિક કાર્ય ઉપર પડવાની શક્યતા રહેલી છે.

જિલ્લાફેર બદલી કેમ્પ કરવા અંગે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા અને મહામંત્રી સતીષભાઇ પટેલે જણાવ્યું કે, રાજ્યના જે જિલ્લાઓમાં શિક્ષકોની જગ્યાઓ ખાલી હોય ત્યાં જિલ્લાફેરથી શિક્ષકોની ખાલી જગ્યાઓ ભરવામાં આવે તો વતનથી દુર રહેલા શિક્ષકોને વતનનો લાભ મળી રહેશે. ઉપરાંત તેમાંય દંપતિના કિસ્સાને ખાસ અગ્રતા આપવામાં આવે આથી અગ્રતાના અન્ય કિસ્સાનો સરળતાથી ઉકેલ આવી જશે. ઉપરાંત શિક્ષકોની ઘટની સમસ્યા પણ દૂર થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો