શિક્ષક બન્યો ચોર:બેરોજગારીના સમયમા બાઇક ચોરી કરનાર શિક્ષક ઝડપાયો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2013મા પ્રાંતિજમાથી બાઇક ચોરાયુ હતુ, LCBએે પકડી લીધો

શહેર પાસેના વાવોલમાંથી એલસીબીએ ચોરીનુ બાઇક ફેરવનાર શિક્ષકને ઝડપી લીધો હતો. યુવક જ્યારે બેકાર હતો અને નોકરી ન હતી. તે સમયે ચોરીનુ બાઇક લઇને ફેરવતો હતો. આ બાઇકની ચોરીની ફરિયાદ હિંમતનગર એ ડીવીઝન પોલીસ મથકમા નોંધાઇ હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. ગાંધીનગરરમા ચોરીના વાહનો સાથે આરોપીને ઝડપી લેવા પોલીસ પેટ્રોલીંગ કરી રહી છે. તેવા સમયે એલસીબીના દિગ્વિજયસિંહ ફૂલુભાને બાતમી મળી હતી કે, વાવોલમા રહેતો જનક મંગળભાઇ ઓઝા ચોરીનુ બાઇક ફેરવી રહ્યો છે.

જેને લઇને પોલીસે વોચ ગોઠવી હતી. ત્યારે ચોરીના બાઇક સાથે યુવક સેક્ટર 30 ખાતે ઉભો હતો, તે સમયે પોલીસે તેને ઝડપી લીધો હતો. આ યુવક પહેલા બેરોજગાર હતો. તે સમયે તેની પાસે નોકરી ન હતી. ત્યારે યુવકે એક બિનવારસી હાલતમા પડેલુ બાઇક ઉઠાવી લીધુ હતુ અને પોતાના માટે ઉપયોગ કરતો હતો. ત્યારબાદ છેલ્લા પાંચ વર્ષથી શિક્ષક તરીકે નોકરી કરી રહ્યો છે. જેને લઇને પોલીસે ચોરીના બાઇક નંબર જીજે 09 એએમ 7505 કિંમત 20 હજાર જપ્ત કરી આરોપી સામે કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...