પ્રામાણિકતા:નગરના ડેપોના ટીસીએ સોનાની બુટ્ટી મૂળ માલિકને પરત આપી

ગાંધીનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નરોડાની યુવતીની સોનાની બુટ્ટી ડેપોમાં પડી ગઇ હતી

એસ ટી બસમાં અપડાઉન કરતી યુવતીની સોનાની બુટ્ટી ડેપોમાં પડી ગઇ હતી. સોનાની બુટ્ટી ડેપોના ટીસીના મળી આવી હતી. સોનાની બુટ્ટી ખોવાઇ ગઇ હોવાથી યુવતી ડેપોમાં પૂછપરછ કરતા ટીસીએ ખરાઇ કરીને યુવતીને સોનાની બુટ્ટી પરત કરીને ઇમાનદારીનું ઉદાહરણ પૂરૂ પાડ્યું છે.વર્તમાન કળિયુગમાં પણ ઇમાનદારી હજુય યથાવત રહેવા પામી છે. જેને પરિણામે ખોવાયેલી વસ્તુઓ મૂળ માલિકે પરત મળી રહે છે. આવો જ કિસ્સો નગરના એસ ટી ડેપોમાં જોવા મળ્યો છે. ડેપોમાં ફરજ બજાવતા ટીસી પ્રકાશભાઇ પટેલને સોનાની બુટ્ટી મળી આવી હતી.

આથી તેમણે સોનાની બુટ્ટીને ડેપોમાં જમા કરાવી હતી. જોકે ત્યારે સોનાની બુટ્ટી પડી ગઇ હોવાની જાણ થતાં જ યુવતી ડેપોમાં પુછપરછ કરવા લાગી હતી. ઉપરાંત બુટ્ટીની શોધખોળ કરતી હતી. ત્યારે ડેપોના ટીસીએ યુવતીની ખરાઇ કરીને અંદાજે રૂપિયા 20000 કિંમતની સોનાની બુટ્ટીને યુવતીને પરત સોંપીને ઇમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરૂ પાડ્યું છે. જોકે અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતી યુવતી નવગુજરાત કોલેજમાં અભ્યાસ કરતી હોવાથી અપડાઉન કરતી હોવાનું ડેપોના ટીસીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...