મતદાર યાદીમાં સુધારો:પાટનગરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત 14 હજાર અરજીઓ તંત્રને મળી

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હાલમાં ગાંધીનગરમાં 12.85 લાખ જેટલા મતદારો યાદીમાં નોંધાયેલા

કેંદ્રની સૂચનાથી ગાંધીનગર જિલ્લામાં શરૂ કરવામાં આવેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા તંત્ર પાસે 14 હજાર 046 અરજીઓ તંત્રને મળી હતી. જે પૈકી 9 હજાર 983 અરજીઓ નવા મતદારોના નામ દાખલ કરવાની છે.

ગાંધીનગર જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અન્વયે પ્રથમ દિવસે જ ગાંધીનગરમાં 14 હજાર જેટલાં ફોર્મ મતદાર યાદી સુધારણા તંત્રને મળ્યા છે. અગાઉ વર્ષ 2017ની યાદી ઉપર નજર કરીએ તો 11.75 લાખ જેટલા મતદારો નોંધાયેલા હતાં. જેમાં છેલ્લા ચાર વર્ષથી સતત વધારો થઇ રહ્યો છે અને હાલની સ્થિતિએ ગાંધીનગરમાં 12.85 લાખ જેટલા મતદારો યાદીમાં નોંધાયેલા છે.

આ મતદાર યાદી સુધારણા અંતર્ગત 18 વર્ષથી વધુ વયના મતદારોનો સતત વધારો થઇ રહ્યો છે. હાલ ચાલી રહેલાં આ કાર્યક્રમ અંતર્ગત વર્ષ 2022માં 18 વર્ષ પુરા થતાં હોય તેવા નવા મતદારોની નોંધણી પણ થઇ રહી છે. આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તે પહેલાં આ મતદાર સુધારાણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.જેથી આગામી ચુંટણીમાં મતદાનનો અધિકાર મેળવવા માટે યુવાનો ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

મતદાર યાદી સુધારણાના પ્રથમ રવિવારે સુધીમાં 14 હજાર 045 જેટલી અરજીઓ આવી છે જે પૈકી મતદાર યાદીમાં નામ દાખલ કરવાની 9983 અરજીઓ આવી છે. તો બીજી તરફ યાદીમાંથી નામ રદ કરવાની 1731 તથા સુધારા-વધારા માટે 1736 અરજીઓ મતદારોએ કરી હતી. આ ઉપરાંત એક વિધાનસભા વિસ્તારમાંથી બીજા મથકમાં નામ દાખલ કરવા માટેની 595 અરજી મળી છે.

અન્ય સમાચારો પણ છે...