ફરિયાદ:પત્ની- પુત્રને રઝળતાં મૂકી શંકાશીલ પતિ જતો રહ્યો, પરિણીતાએ ફરિયાદ નોંધાવી

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેથાપુરની યુવતીનાં 3 વર્ષ પહેલાં રાજસ્થાની યુવક સાથે લગ્ન થયાં હતાં

પેથાપુરની યુવતીનાં રાજસ્થાન રહેતા યુવક સાથે લગ્ન થયાં હતાં. 3 વર્ષના લગ્નજીવનમાં દંપતીને એક દીકરો છે. દારૂડિયો પતિ પત્નીને મારઝૂડ કરતો હતો જ્યારે સાસુ, સસરા, નણંદ અને નણદોઈ સહિતનાં સાસરિયાં પરીણિતાને ત્રાસ આપતાં હતાં. સાસરિયા ત્રાસ આપતાં દંપતી ઉદયપુર અને પછી પેથાપુર રહેવા આવી ગયું હતું. આમ છતાં મારામારી અને રૂપિયા માગવામાં આવતાં પરીણિતાએ પતિ સહિત 7 સાસરિયા સામે મહિલા પોલીસ મથકમાં ગુનો નોંધાવ્યો હતો. મળતી માહિતી મુજબ ભાગ્યશ્રી ઉપાધ્યાયનાં લગ્ન વર્ષ 2018માં રાજસ્થાન ઉદયપુરના બામનિયા ગામના લોકેશ ઉપાધ્યાય સાથે થયાં હતાં.

દંપતીને ત્યાં દીકરા ડેવિડનો જન્મો થયો હતો. જે હાલમાં 3 વર્ષનો છે, ત્યારે લગ્ન પછી 3 મહિના સુધી સંસાર સારી રીતે ચાલ્યો હતો પરંતુ ત્યાર પછી પતિ લોકેશ દારૂના રવાડે ચડીને મારામારી કરતો હતો. સાસુ કલ્પનાબહેન, નણંદ વિશાખા ઘરકામ બાબતે મ્હેણાં મારતાં હતાં. સસરાને ફરિયાદ કરે તો દીકરાનો પક્ષ લઈને ગાળો બોલતા હતા. ઘરખર્ચ માટે પતિ પિયરમાંથી નાણાં લાવવા દબાણ કરતો હતો. ગામડાની કહીને સાસુ દબાણ કરતા હતા. જેને લઇને પતિ સાથે ઉદયપુર ભાડાના મકાનમાં રહેવા ગયા હતા. ત્યાં પણ પતિ દારુ પીને હેરાન પરેશાન કરતો હતો. પ્રેગ્નેન્ટ હોવા છતા સારવાર કરાવવામા આવતી ન હતી.

પરિણામે પરણિતા તેના પિતાના ઘરે પેથાપુરમા રહેવા આવી હતી. ત્યાંથી દિકરાના જન્મ પછી સાત મહિને સાસરીમાં પરત ગઇ હતી, તો પણ સાસરિયાઓના વર્તનમા કોઇ ફેર પડ્યો ન હતો.જ્યારે ઉદયપુરમા ફ્લેટ ખરીદવા માટે સસરાએ જમાઇને 2 લાખ રૂપિયા આપ્યા હતા. જે સસરાએ પરત માગતા પતિ ઝગડો કરતો હતો અને પતિ કહેતો હતો કે, રૂપિયા તો તારા પિતાએ દહેજમા કઇ આપ્યુ નથી તો તને પરત નહિ મળે. ત્યાર પછી પરણિતા પતિ સાથે પેથાપુરમા રહેવા આવી ગઇ હતી.

જ્યાં પત્નિ નોકરી કરે તો પતિ વહેમ કરતો હતો અને નોકરીના સ્થળ ઉપર પાછળ પાછળ આવતો હતો. પતિ અમદાવાદમા નોકરી કરતો હોવાથી દંપતી અમદાવાદમા પણ રહેવા ગયુ હતુ. જ્યાં પત્નિ અને દિકરાને મુકીને પતિ જતો રહ્યો હતો. આ બાબતની જાણ પરણિતાના ભાઇને થયા અમદાવાદ આવીને પેથાપુર લઇ આવ્યો હતો. ત્યાર બાદ પરણિતાએ પતિ લોકેશ, સસરા સુખદેવભાઇ, નણદોઇ હિંમાંશુ અને પ્રકાશભાઇ, સાસુ કલ્પનાબેન, નણંદ વિશાખા સામે મહિલા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...