વારંવાર પોલીસને રાઉન્ડ મારવો પડ્યો:ગણતરી સ્થળે ટેકેદારો દીવાલ પર ચડતાં પોલીસ દોડી આવી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર તાલુકાના 52 ગામોના ગ્રામ પંચાયતની ચુંટણીની મતગણતરી સેક્ટર-15 કોલેજ ખાતે રખાઈ હતી. જોકે સરપંચ અને વોર્ડ સભ્યોના ઉમેદવારોના ટેકેદારો તેમજ સમર્થકો મોટી સંખ્યામાં મતગણતરી સ્થળે ઉમટી પડતા કંટ્રોલ કરવા પોલીસ માટે કપરૂ બની રહ્યું હતું. જિલ્લાના ચારેય તાલુકાની ગ્રામ પંચાયતની ચુંટણીની મતગણતરીની કામગીરી જે તે તાલુકામાં જ રખાઈ હતી. તેમાં ગાંધીનગર તાલુકાની મતગણતરીની કામગીરી સેક્ટર-15 ખાતે હતી.

જોકે સવારથી સરપંચ અને વોર્ડના ઉમેદવારો પોતાના ટેકેદારો તેમજ સમર્થકોની સાથે ઉમટી પડ્યા હતા. જેને પરિણામે મતગણતરી સ્થળ બહાર ભરચક બની ગયુ હતુ. જોકે અધધ.. સંખ્યામાં સમર્થકો ઉમટી પડતા ગ-માર્ગ ભરચક બની ગયો હતો. ઉપરાંત અમુક સમર્થકો કોલેજની કમ્પાઉન્ડ વોલની ઉપર ચડીને બેઠા હતા. આથી લોકો મતગણતરી સ્થળે દિવાલ કુદીને આવે નહી તે માટે પોલીસને વારંવાર કમ્પાઉન્ડ વોલ ઉપર બેઠેલા સમર્થકોને નીચે ઉતારવા માટે રાઉન્ડ મારવો પડતો હતો.

અન્ય સમાચારો પણ છે...