વિરોધ:માણસાના અંબોડ પાસે વિદ્યાર્થીઓએ બસની અનિયમિતતાથી કંટાળી અંતે બસ રોકી હતી

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માણસના ગ્રામ્ય વિસ્તારમાંથી અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને કારણે પારાવાર મુશ્કેલી
  • એસટીના અધિકારીને સ્થળ ઉપર બોલાવતા ખાતરી મળતાં આખરે વિવાદ સમેટાયો

માણસના ગ્રામ વિસ્તારમાંથી અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને અનિયમિત બસના કારણે પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અનેકવાર બસ મોડી આવવાના કારણે ભાડા ખર્ચવાનો વારો આવ્યો છે. જેને લઇને આજે શુક્રવારે વિદ્યાર્થીઓએ કંટાળીને બસ રોકી દીધી હતી અને માણસના ડેપોના અધિકારીને બોલાવ્યા પછી અનિયમિતા નહિ થાય તેની ખાતરી મળતા વિવાદ ઉકેલાયો હતો અને વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા તેજ બસમા બેસીને માણસા પહોંચ્યા હતા.

માણસા તાલુકાના અંબોડ,આનંદપુરા અને દેલવાડ ગામના નિયમિત માણસા અભ્યાસ અર્થે આવતા વિદ્યાર્થીઓ માટે સવારે સ્કૂલના સમયે બસ અનિયમિત આવતી હોવાના કારણે વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીઓ પડી રહી હતી અને આ બાબતે અનેક રજૂઆતો છતાં પણ માણસા ડેપો દ્વારા બસને નિયમિત કરવામાં ન આવતા આખરે આજે વિદ્યાર્થીઓએ આ બસને અંબોડ ગામ પાસે રોકાવી હતી અને સ્થળ પર ડેપોના અધિકારીને બોલાવી નિયમિત બસ મોકલવા માટેની ખાતરી મળતા વિદ્યાર્થીઓ બસમાં બેસી સ્કૂલે ગયા હતા.

માણસા તાલુકાના અંબોડ, આનંદપુરા અને દેલવાડ સહિતના ગામના અનેક બાળકો અભ્યાસ કરવા માણસા જાય છે. માણસા એસટી ડેપો દ્વારા વિદ્યાર્થીઓને રાહત દરના પાસ પણ કાઢી આપવામાં આવે છે. ગામના વિદ્યાર્થીઓ નિયમિત સમયસર શાળાએ પહોંચે તે માટે સવારે અને સાંજે બસ મોકલવામાં આવે છે, પરંતુ કેટલાક સમયથી સવારના સમયે વિદ્યાર્થીઓ માટે શરૂ કરાયેલી બસ મોડેથી આવતા વિદ્યાર્થીઓ શાળામાં મોડા પહોંચી રહ્યા છે. સમસ્યાના કારણે અનેક વખત બસ નિયમિત આવે તે માટે રજૂઆત કરી હતી. પરંતુ વિદ્યાર્થીઓની સમસ્યાનો ઉકેલ આવ્યો ન હતો.

આખરે શુક્રવારે અંબોડ ગામ પાસે મોડી પહોંચેલી બસને વિદ્યાર્થીઓએ રોકી દીધી હતી અને માણસા એસટી ડેપોના અધિકારીને સ્થળ પર બોલાવી બસ સમયસર અને નિયમિત આવે તે માટે ખાતરી મળે તે પછી જ વિદ્યાર્થીઓ બસમાં જશે તેવી વાત કરતા બસના ડ્રાઇવર કંડક્ટરે માણસા ડેપોને જાણ કરતા તેમણે સલામતીના ભાગરૂપે તાત્કાલિક પોલીસને જાણ કરતાં પોલીસ પણ અંબોડ ગામ પાસે પહોંચી ગઈ હતી.

બીજી બાજુ એસટીના અધિકારી પણ મામલો વધુ ઉપગ્રહ બને તે પહેલા વિદ્યાર્થીઓએ રોકેલી બસ પાસે પહોંચી ગયા હતા અને ત્યાં હાજર ગ્રામજનો અને વાલીઓ સાથે ચર્ચા વિચારણા કરી આવતીકાલથી બસ નિયમિત અને સમયસર આવશે તેવી ખાતરી મળતા વિદ્યાર્થીઓ રોકેલી બસમાં બેસીને માણસા આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...