રાજકારણ:સંગઠન માળખાનું સ્વરૂપ બદલાશે, વ્યકિત નહીંઃ આપ

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • AAP બે-ચાર દિવસમાં મોટું સંગઠન જાહેર કરશે
  • વિધાનસભા - લોકસભા પ્રમાણે સંગઠન રહેશે

છેલ્લા કેટલાક સમયથી પરિવર્તન યાત્રાના માધ્યમથી જનાધાર અ્ને સભ્ય સંખ્યા વધારવાના આપ પાર્ટીના પ્રયાસ સફળ થતા છેવટે સમગ્ર સંગઠનને નવું સ્વરૂપ આપવું પડે તેવી સ્થિતિ સર્જાય છે. આવા સંજોગોમાં આગામી બેથીચાર દિવસમાં નવું સંગઠન જાહેર થઇ જશે તેમ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયા અને ઇસુદાન ગઢવીએ જણાવ્યું હતું.

આપના સત્તાવાર સુત્રોના કહ્યા પ્રમાણે આગામી વિધાનસભા અને લોકસભાની ચૂંટણી આવી રહીં છે ત્યારે તે પ્રકારનું સંગઠન અનિવાર્ય બની ગયું છે. સુત્રોએ એવી સ્પષ્ટતા કરી હતી કે, માળખાનું સ્વરૂપ બદલાશે પણ માળખામાં રહેલ વ્યકિત બદલાશે નહીં.

અન્ય સમાચારો પણ છે...