તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ચોરીનું એક્ટિવા રૂ. 5 હજારમાં લેનાર કલોલના યુવકની ધરપકડ

ગાંધીનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 3 એક્ટિવા ચોરીને અંજામ આપનાર કિશોર ઝબ્બે

કલોલ શહેર પોલીસ સ્ટેશનના એક્ટિવા ચોરીના ગુનામાં એક શખ્સ ઝડપાયો હતો. એલસીબી-2ના એએસઆઈ કેવલસિંહ થતા કોન્સ્ટેબલ રાકેશસિંહને સંયુક્ત કરી બાતમીના આધારે એક્ટિવા પર જતા બે યુવકોને ઝડપી લીધા હતા. જેઓના નામ પૂછતાં તે કલોલમાં રહેતો પ્રતિક નારણભાઈ ચૌહાણ (23 વર્ષ, રહે-રેલવે પૂર્વ) તથા એક કિશોર હોવાનું સામે આવ્યું હતું. બંને નંબરના એક્ટિવા પર ફરતાં હતા જેઓની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતાં તેઓએ પ્રતિકે એક્ટિવા કિશોર પાસેથી 5 હજારમાં ખરીધ્યુ હોવાનું કબૂલાત કરી હતી.

કિશોરની પૂછપરછ કરતાં તેણે ગત વર્ષે સાતમા-આઠમા મહિનામાં એક્ટિવા કલોલ કપિલેશ્વર ગેટ આગળથી ચોર્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ સાથે કિશોરે આ વર્ષે નવરાત્રિ પહેલાં જ બે એક્ટિવા ચોર્યા હોવાની કબૂલાત કરી હતી. એક એક્ટિવા તેણે પંજાબ બેંકના ભોયરામાં અને બીજુ એક્ટિવા આરસોડીયા પાણીની ટાંકી પાસે આવેલા મેદાનની દિવાલ નજીક ઝાડીમાં સંતાડ્યું હોવાનું કહ્યું હતું. જે અંગે ખાતરી કરતાં એક એક્ટિવા અંગે કલોલ શહેર અને બીજા એક્ટિવા અંગે સરખેજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલી છે.

એલસીબીએ 30 હજારની કિંમતના ત્રણેય એક્ટિવા કબ્જે લઈને આરોપી પ્રતિકને કલોલ શહેર પોલીસે સોંપ્યો હતો. બીજી તરફ કિશોરને તેના વાલીને નોટિસ આપીને સોંપવામાં આવ્યો હતો. કિશોરની પૂછપરછ કરતાં તેણે ગત વર્ષે સાતમા-આઠમા મહિનામાં એક્ટિવા કલોલ કપિલેશ્વર ગેટ આગળથી ચોર્યું હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...