ગત વિધાનસભાની ચુંટણીમાં જે ચેકપોસ્ટ ઉપરથી નાણાંકિય હેરાફેરી કરતા વાહનો પકડાયા હતા. તેજ ચેકપોસ્ટ સિવાયના અન્ય જગ્યાએથી વાહનો પસાર થાય નહી તેની તકેદારી રાખવાની સ્ટેટેસ્ટિક સર્વેલન્સ ટીમને સુચના આપી છે. ઉપરાંત છેલ્લા પાંચ વર્ષમાં અન્ય નવા માર્ગ બન્યા હોવાથી તેનો ઉપયોગ થાય નહી તેની પણ તકેદારી રાખવાની રહેશે. ચુંટણીને પગલે નાણાંકિય, રાજકીય પક્ષોના બેનર સહિતના સાહિત્યની હેરાફેરીને અટકાવવા માટે જિલ્લા ચુંટણીપંચ દ્વારા સ્ટેટેસ્ટિક સર્વેલન્સ ટીમની રચના કરવામાં આવી છે.
ઉપરાંત જિલ્લાની પાંચેય સીટોમાં કુલ-24 ચેક પોસ્ટ ઉભી કરીને ત્યાં કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. જોકે વાહનોના ચેકિંગની કામગીરીમાં મેજિસ્ટ્રેટ કક્ષાના અધિકારીની હાજરીમાં કરવાની સુચના નવા નિમણુંક કરેલા ખર્ચ નિરીક્ષકોની સાથે મળેલી બેઠકમાં આપવામાં આવી હતી. ઉપરાંત જિલ્લાના 24 ચેક પોસ્ટમાંથી ગત વિધાનસભાની ચુંટણી વખતે જે ચેકપોસ્ટ ઉપરથી નાણાંકિય હેરાફેરી પકડાઇ હતી. તે ચેકપોસ્ટ ખાતે ચાંપતી નજર રાખવાની રહેશે. ઉપરાંત અન્ય ચેકપોસ્ટ ઉપર પણ બાજ નજર રખાશે. જોકે છેલ્લા પાંચ વર્ષમાં જિલ્લામાં અન્ય રસ્તાઓ બનાવાયા હોય તેવી જગ્યાએથી પણ વાહનોની અવર જવર રહેતી હોય ત્યાં પણ ખાસ વોચ રાખવાની પણ સુચના આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.