તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોંગી MLAની દિલ્હીમાં ઘા:પ્રદેશ નેતા તાત્કાલિક નીમો, ધાનાણીના ગાંધીનગરના નિવાસે બેઠક મળી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક વિધાનસભા વિપક્ષના નેતા પરેશ ધાનાણીના ગાંધીનગર ખાતેના નિવાસ સ્થાને મળી હતી. ધારાસભ્યોએ એક સૂરે પ્રદેશ પ્રભારી, પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા બદલવા માગતા હોય તો આ બાબતે તાત્કાલિક નિર્ણય લેવો જોઈએ તેવો મત વ્યક્ત કર્યો હતો. આ બાબતે ધારાસભ્યો દિલ્હી જશે અને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને રજૂઆત કરશે તેમ રાજકીય સૂત્રોનું કહેવું છે.

સૂત્રોના કહ્યા પ્રમાણે બેઠકમાં લગભગ 40 જેટલા ધારાસભ્યો હાજર રહ્યા હતા. આ બેઠકનો ઉદ્દેશ આગામી વિધાનસભાની ચૂંટણી માટે પ્રદેશ પ્રભારી સહિતના નેતાઓની નિમણુક લઈને મોવડી મંડળ સમક્ષ રજૂઆત કરવાનો હતો. ચૂટણી રણનીતિકાર તરીકે કે કોઈ હોદ્દે આપીને પ્રશાંત કિશેરને ગુજરાતની કમાન સોંપવામાં આવે તેવો ઠરાવ કોંગ્રેસના ધારાસભ્યોએ કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...