તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • The State Government Has Asked The Center For Rs 10,000 Crore In Case Of Shortage And Heavy Rains, But The Central Government Has Not Sent A Single Rupee.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગુજરાતને કેન્દ્રની થપ્પડ:રાજ્ય સરકારે અછત અને અતિવૃષ્ટિમાં 10 હજાર કરોડ માગ્યા, કેન્દ્ર સરકારે એકપણ રૂપિયાની સહાય મોકલી નથી

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત વિધાનસભા ( ફાઈલ ફોટો). - Divya Bhaskar
ગુજરાત વિધાનસભા ( ફાઈલ ફોટો).
  • વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યએ પૂછેલા સવાલનો સરકારે લેખિતમાં ઉત્તર આપ્યો

કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને અછતમાં અને અતિવૃષ્ટિમાં એકપણ રૂપિયાની ફાળવણી કરવામાં આવી નથી. વિધાનસભાની પ્રશ્નાવલિમાં તાલાલાના ધારાસભ્ય ભગાભાઇ બારડ દ્વારા પુછાયેલા પ્રશ્નના લેખિત જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે અછત માટે વર્ષ 2018માં પત્ર લખી 1725.25 કરોડ, જ્યારે વર્ષ 2019માં વિવિધ પત્રો દ્વારા કુલ 3370.31 કરોડ રૂપિયાની માગણી રાજ્ય સરકારે કેન્દ્ર સમક્ષ કરી હતી. આ જ રીતે અતિવૃષ્ટિમાં વર્ષ 2020માં 7239.47 કરોડની માગણી રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર સમક્ષ કરી હતી.

કેન્દ્રએ એક વર્ષ પછી પણ કોઈ જવાબ ના આપ્યો
કેન્દ્ર સરકાર દ્વારા છેલ્લા એક વર્ષમાં અછતમાં NDRFની હાઈ લેવલ કમિટીની બેઠકમાં 127.60 કરોડની રકમ ઇન્ડિયા રેફમાંથી કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. રાજ્યની NDRFની જમા રકમ 2355.12 કરોડમાંથી 50 ટકા 1177.56 કરોડ થાય છે. હાઈ લેવલ કમિટી મંજૂર કરવામાં આવેલી રકમ 127.60 કરોડ, 50 ટકા રકમ કરતાં ઓછી થતી હોવાથી રાજ્ય સરકારને ખરેખર મળવાપાત્ર રકમ શૂન્ય હોવાનો પત્ર કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને લખ્યો હતો. અછત માટે SDRFના નિયમ મુજબ રકમ મળવાપાત્ર નહિ હોવાનો કેન્દ્રએ જવાબ આપ્યો હતો, પરંતુ કેન્દ્ર સરકાર દ્વારા અતિવૃષ્ટિ માટેની માગ માટેના પત્રનો એક વર્ષ બાદ પણ કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.

સરકારે 5996.37 કરોડનો ખર્ચ કુદરતી આફતો પાછળ કર્યો હોવાનું જણાવ્યું ( ફાઈલ ફોટો)
સરકારે 5996.37 કરોડનો ખર્ચ કુદરતી આફતો પાછળ કર્યો હોવાનું જણાવ્યું ( ફાઈલ ફોટો)

SDRFમાં રૂ. 93.94 કરોડ વણવપરાયેલા જમા છે
છેલ્લાં પોણાત્રણ વર્ષમાં રાજ્ય સરકારે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ-એસડીઆરએફમાંથી કુલ રૂ. 5996.37 કરોડનો ખર્ચ કુદરતી આફતો પાછળ કર્યો હોવાનું વિધાનસભામાં મંગળવારે રાજ્ય સરકારે જણાવ્યું હતું. વર્ષ 2018-19માં રૂ. 1368.93 કરોડ, 2019-20માં રૂ. 2435.16 કરોડ અને 2020-21માં 31 ડિસેમ્બર સુધી રૂ. 2192.28 કરોડ ખર્ચાયા હોવાનું સરકારે જણાવ્યું હતું. SDRF માટે નાણાકીય વર્ષની શરૂઆતમાં જ રાજ્યોને કેન્દ્રીય બજેટમાંથી આપત્તિ સામે લડવા ફંડ અપાય છે અને એ રીતે 2018-19માં રૂ. 449.95 કરોડ, 2019-20માં રૂ. 886.80 કરોડ અને 2020-21માં રૂ. 1324 કરોડ ફાળવાયા હતા. હવે 31 ડિસેમ્બર 2020ની સ્થિતિએ SDRFમાં રૂ. 93.94 કરોડ વણવપરાયેલા જમા છે.

વિધાનસભામાં નીતિન પટેલે શું કહ્યું?
વિધાનસભા ખાતે નાણા વિભાગની અંદાજપત્રીય માગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતાં નાયબ મુખ્ય પ્રધાને વધુમાં કહ્યું હતું કે કોવિડ-19 મહામારીએ રાજ્ય તથા કેન્દ્રનાં સંસાધનો પર પ્રતિકૂળ અસર થઈ છે, જેને ધ્યાનમાં લઈ કેન્દ્ર સરકાર દ્વારા સને 2020-21 માટે રાજ્યોની દેવું કરવાની મર્યાદામાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે, જે અન્વયે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજવિત્તીય જવાબદારી વટહુકમ, 2021થી રાજવિત્તીય ખાધ રાજ્યનાં ઘરગથ્થું ઉત્પાદનના પાંચ ટકાનો વધારો કરાયો છે. રાજ્ય નાણાકીય વર્ષ 2020-21માં રૂ. 21952 કરોડની મહેસૂલી ખાધ, જ્યારે નાણાકીય વર્ષ 2021-22 (અંદાજ) મુજબ રૂ. 1209 કરોડની મહેસૂલી પુરાંત અંદાજિત છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

વધુ વાંચો