તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાને કારણે રાજ્ય સરકારે આ વર્ષે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ન યોજવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત ફ્લાઇટો બંધ હોવાથી આમ પણ વિદેશથી પતંગબાજો આવી શક્યા ન હોત. બીજી તરફ ઉત્તરાયણ અંગે પણ સરકાર એસઓપી બહાર પાડશે તેમ સૂત્રોએ જણાવ્યું છે.
આ અંગે પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ જણાવ્યું કે, આ વખતે વિદેશી પતંગબાજોને આમંત્રિત કરાયાં નથી. પતંગ મહોત્સવ રદ કરવો તે અંગેનો આખરી નિર્ણય આગામી બુધવારે મળનારી કેબિનેટ બેઠકમાં ચર્ચા કરીને લેવામાં આવે તેવી શક્યતા છે. હાઇકોર્ટે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યાં છે કે, જે રીતે દિવાળીમાં ભીડ વધવાને કારણે કોરોનાનું સંક્રમણ વધ્યું હતું તેવું ન થાય તે માટે ઉત્તરાયણના તહેવાર માટે અગાઉથી એસઓપી એટલે કે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર કરવી જોઇએ. રાજ્ય સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવાશે.
ધાબા પર પતંગ ચગાવવાની મનાઈ નહીંઃ સૂત્ર
સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, ધાબાં પર પતંગ ચગાવતાં કોઇને રોકી શકાશે નહીં, પરંતુ પતંગ-દોરાની ખરીદી માટે જે બજારો ભરાય છે તેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાય અને તેના કારણે સંક્રમણ ફેલાય તે શક્યતાને નકારી શકાય તેમ નથી. આથી અમદાવાદથી માંડીને તમામ શહેરોમાં રાત્રી બજારો ભરવાને બદલે ભીડ ન થાય તેવી અલાયદી વ્યવસ્થા ગોઠવીને પતંગ દોરાનું વેચાણ કરવાનું રહેશે. આ ઉપરાંત રાત્રિના 9થી સવારના 6 વાગ્યાના સમય દરમિયાન પણ પતંગ ચગાવવાનું પ્રતિબંધિત રહેશે.
હાઈકોર્ટે સરકારને શું ટકોર કરી હતી
હાઈકોર્ટે ગુરુવારે રાજ્ય સરકારને નિર્દેશ આપ્યો હતો કે, દિવાળી બાદ રાજ્યમાં જે રીતે કોરોના વકર્યો તેવી સ્થિતિ મકરસંક્રાતિના તહેવાર સમયે અને પછી સર્જાય નહીં તે અંગે ધ્યાન રાખશો. હાઈકોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે કે આકરા નિર્ણયો લેતા ગભરાશો નહીં. લોકો નિરાશ થાય તેની ચિંતા કરશો નહીં. લોકો આ તહેવારની ઉજવણી આવતા વર્ષે પણ ઉત્સાહ અને ઉલ્લાસ સાથે કરી શકે છે. હાઈકોર્ટે સરકારી વકીલને નિર્દેશ આપ્યો છે કે, સરકાર મકરસંક્રાતિના તહેવારને લઈને શું નિર્ણય કરવા માગે છે, તે અંગે સુચના મેળવીને જણાવો. આ કેસની વધુ સુનાવણી આઠ જાન્યુઆરીએ હાથ ધરાશે. મકરસંક્રાતિને અનુલક્ષીને હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.